તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખોની ભેંસ:બન્ની વિસ્તારના માલધારીને કુંઢી નસલની એક ભેંસના મળ્યા ત્રણ લાખ રૂપિયા

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ જિલ્લાના ગ્રાહકે કરી ભેંસની ખરીદી

કચ્છની અસ્મિતામાં અદકેરું સ્થાન ધરાવતા બન્ની વિસ્તાર તેના ઘાંસિયા મેદાનના કારણે દેશ વિદેશમાં જાણીતો છે. ખાસ કરીને બન્નીની ભેંસો તેની તંદુરસ્તી અને ગુણવત્તાના કારણે સમગ્ર ગુજરાતના માલધારીઓમાં જાણીતી છે અને તે માટે આ વિસ્તારની ભેંસો દૂધ આપવામાં ખૂબ મહત્વની હોવાથી તેની કિંમત પણ સામાન્યથી ઉંચી રહેતી હોય છે ત્યારે વધુ એક કુંઢી નસલની ભેંસના અમદાવાદના ગ્રાહકે ત્રણ લાખ ચૂકવતા બન્નીનું નામ રોશન થયું છે.

નખત્રાણાના લખનભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર બન્ની વિસ્તારના છારી ગામના જત અબ્દુલકલામ નૂરમોહમદ નામના માલધારી પાસેથી અમદાવાદ જિલ્લાના સાણંદ ગામના પંકજભાઈ રબારીએ વળેલા સિંગડા ધરાવતી કુંઢી નસલની એક ભેંસના ત્રણ લાખ રૂપિયા ચૂકવીને ખરીદી હતી. ઉનાળાની સખ્ત ગરમી સહન કરીને આવતા બહારના જિલ્લાના માલધારીઓ મનગમતી ભેંસના ઊંચા ભાવ આપીને પણ સંતોષની લાગણી સાથે ભેંસ લઈ જતા હોય છે.

બન્ની વિસ્તારના લૈયારી, છારી, પૈયાફુલાયઝાડુ, ભગાડીયા, લુડબાય, સરાડા, હાજીપીર વગેરે ગામની અલગ અલગ નસનલી ભેંસો તંદુરસ્ત , વધુ દૂધ સાથે લાંબા સમય સુધી ભારે ફેટ વાળા દૂધ આપતી હોવાથી માલધારી વર્ગમાં તેની માંગ હંમેશા રહેતી આવી છે. બન્ની વિસ્તાર અને તેની ભેંસો માટે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેર સભામાં પોતાનું માન પ્રગટ કરી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...