માલધારીનો નવતર પ્રયોગ:લખપતના પુનરાજપુરનો માલધારી બાઈકની ટ્રોલીમાં બકરીના બચ્ચાને ચરાવવા લઈ જાય છે

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરથી ખેતર દૂર હોવાથી બકરીના લવેળાઓને ખાસ જારી વાળી ટ્રોલીમાં રાખી પરિવહન કરે છે

બાઇકનો ઉપયોગ સામાન્યથી મધ્યમ અને શ્રીમંત વર્ગ પોત પોતાના કાર્ય ક્ષેત્રમાં જરૂરિયાત મુજબ કરે છે. તો કોઈ ખેડૂત કે કારીગર માલ સમાન પરિવહન માટે વિશેષ ટ્રોલી બનાવી ઉપયોગ કરે છે, પરંતુ જિલ્લાની છેવાડે આવેલા લખપત તાલુકાના પુનરાજપુર ગામના માલધારીએ પોતાની કોઠાસૂઝથી બકરીના બચ્ચાઓ માટે નવતર ટ્રોલી બનાવી છે. લવેળાઓ ટ્રોલીમાંથી બહાર કૂદી ના જાય આ માટે લોખંડની જારી વાળી ખાસ પ્રકારની ટ્રોલી નિર્માણ કરી છે. જેના મારફતે માલધારી બકરીના લવેળાને ચરાવવા લઈ જાય છે. જેને પસાર થતી વેળાએ લોકો પણ બે ઘડી જોવા ઉભા રહી જાય છે.

લખપતના પુનરાજપુર ગામના માલધારી પરિવાર દ્વારા ખેતીવાડી સાથે પશુપાલનનો વ્યવસાય કરવામાં આવે છે. જેમાં તેમની પાસે રહેલા ઘેટાં બકરાં સાથે તેમના લવેળાઓને વાડીએ કે સિમ વિસ્તારમાં લાવવા, લઈ જવા માટે આ પ્રકારની ટ્રોલી બનાવી બાઈક પાછળ જોડાળ કરવામાં આવી છે. નવતર પ્રકારની બાઈક ટ્રોલીમાં રહેલા બકરીના બચ્ચાઓને જોવા ગામના લોકો પણ જોવા ઉભા રહી જતા હોવાનું ભરત ત્રિપાઠીએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...