તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઇન્ટેનન્સ:ભુજથી દેશલપર સુધી બ્રોડગેજ રેલવે ટ્રેકના મેઇન્ટેનન્સનું કામ શરૂ કરાયું

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લા 15 દિવસથી ટ્રેન દોડવા માંડતા અમુક રસ્તાઅો પર ટ્રાફિકજામ

ભુજથી નલિયા રેલવે ટ્રેકને બ્રોડગેજમાં રૂપાતંરીત કરવાની કામગીરી છેલ્લા પાંચેક વર્ષથી અટકી પડી છે ત્યારે દેશલપર સુધી બ્રોડગેજ ટ્રેક નાખી દેવાયો છે. દેશલપરથી અાગળ બ્રોડગેજની કામગીરી વધી જ નથી. જો કે, છેલ્લા પંદરેક દિવસથી ભુજથી દેશલપર સુધી બની ગયેલા બ્રોડગેજ રેલવે ટ્રેકને મેઇન્ટેનન્સ શરૂ કરાયું છે. રેલના ડબ્બા દોડવા માંડતા અમુક રસ્તાઅો પર ટ્રાફિક જામ થઇ જાય છે.

ભુજથી નલિયા ટ્રાન્સપોર્ટેશન હળવુ બને તે માટે બ્રોડગેજ રેલવે ટ્રેક રૂપાતંરીત કરવાની કામગીરી છેલ્લા અાઠેક વર્ષથી ચાલી રહી છે. દેશલપર સુધી બ્રોડગેજ રેલવે ટ્રેક નાખી દેવાયા છે,પણ અાગળ કોઇ કામગીરી વધી જ નથી. છેલ્લા પંદર દિવસથી ભુજના રેલવે ટ્રેક પર ડબ્બાઅો દોડવા માંડતા અનેક સમયે અેરપોર્ટ રોડ પર ટ્રાફિક જામ થતો હોય છે. રતિયા તરફના માર્ગે તેમજ અેરપોર્ટ રોડ પર ડિમાર્ટ પાસે વાહનોની અવર જવર વધારે હોય છે ત્યારે અા માર્ગો પર ટ્રેન ઉભી રહી જતી હોવાથી કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે અને શહેરીજનો અટવાઇ જાય છે. વાહનોને લાંબો ફેરો લઇ બીજા રસ્તેથી પરીવહન કરવાની ફરજ પડતી હોય છે. દેશલપર સુધી થયેલા બ્રોડગેજનુ મેઇન્ટેનન્સ હાથ ધરાયું છે પણ કેટલાક વર્ષોથી કામ દેશલપરથી અાગળ વધ્યુ જ નથી.

અા અંગે રેલવે સ્ટેશનના કે. કે. શર્મા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભુજથી દેશલપર સુધી બની ગયેલા બ્રોડગેજના રેલવે ટ્રેકનું મેઇન્ટેનન્સ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...