વિરોધ:સ્થાનિકે પ્રતિબંધ પણ મહારાષ્ટ્રના માછીમારો કચ્છમાંથી મત્સ્યનો જથ્થો ઉસેડી ગયા !

નારાયણ સરોવરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો તાલ..
  • પાડોશી રાજ્યમાં 1 માસ વહેલી સીઝન શરૂ થતા કચ્છનાં માછીમારોએ બેધારી નીતિથી ઠાલવ્યો બળાપો

કચ્છમાં જખૌનો દરિયો માછીમારી માટે પ્રખ્યાત છે ન માત્ર કચ્છ પરંતુ ઓખા,જામનગર,દ્વારકા સહિતના વિસ્તારોમાંથી માછીમારો મત્સ્યપ્રવૃત્તિ માટે કચ્છમાં આવતા હોય છે પરંતુ હવે તો મહારાષ્ટ્રના માછીમારો પણ કચ્છનાં અરબ સાગરમાં આવી માછલીઓ લઈ જતા હોવાથી સ્થાનિક માછીમારો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે અને આ બેધારી નીતિ સામે વિરોધ કરવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ આ વર્ષે કચ્છમાં 1 સપ્ટેમ્બરથી માછીમારીની સીઝન માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 1 ઓગસ્ટથી માછીમારી પ્રવુતિ માટે પરવાનગી આપી દેવાઈ છે જેથી મહારાષ્ટ્રના માછીમારો છેક કચ્છમાં આવીને માછલીઓ લઈ જાય છે પરંતુ તંત્રના નિયમ રૂપી હાથ બંધાયેલા હોવાથી સ્થાનિકે માછીમારો પાસે આ દ્રશ્યો જોવા સિવાય કોઈ વિકલ્પ નથી.

નારાયણ સરોવર માછીમારી મંડળીના અગ્રણી હાસમ ભડાલાએ જણાવ્યું કે,મહારાષ્ટ્રમાં 1 ઓગસ્ટથી માછીમારી શરૂ થઈ ગઈ છે,પરંતુ ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી આ પ્રવૃત્તિ શરૂ થશે જેનો લાભ મહારાષ્ટ્રના માછીમારો લઈ રહ્યા છે અને છેક કોટેશ્વર સુધી આવીને માછીમારી કરી રહ્યા છે માછીમારોએ ભીતિ વ્યક્ત કરી કે,જો આવી જ રીતે ચાલશે તો અન્ય માછીમારો કચ્છનાં અખાતમાંથી જથ્થો ઉસેડી જશે તો અમારા માટે કઈ બચશે નહિ.ઘરના છોકરા ઘંટી ચાટે અને દામોદરને આંટો જેવો તાલ અહીં સર્જાયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...