આત્મહત્યા:માધાપરની માનસિક અસ્થિર પ્રાૈઢાનો કુકમાના તળાવમાં કુદકો મારી આપઘાત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવ પાસે રમતા નાના છોકરા કુદકો મારતા જોઇ ગયા ને ગામ લોકોને જાણ કરી

રવિવારે બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં કુકમા ગામના તળાવમાં અેક વૃદ્ધાઅે કુદકો માર્યો હતો, તળાવ પાસે રમતા બાળકો જોઇ જતા ગામલોકોને જાણ કરી હતી. તળાવમાંથી મહિલાની લાશને બહાર કાઢતી વેળાઅે અાખુ ગામ ભેગુ થયું હતુ ત્યારે ગામ લોકોને ધ્યાને અાવ્યું કે અા મહિલા અજાણી છે ગામની નથી. ગામ લોકોઅે પોલીસને જાણ કરતા ટુકડી પહોંચી હતી અને અોળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. રાત્રે અાઠેક વાગ્યે મહિલાના પરીજનોનો સંપર્ક થયો હતો.

માધાપરની મહિલા છેલ્લા ઘણા વર્ષોથી માનસિક અસ્થિર મગજની હોવાથી કુદકો મારી મોત વ્હાલુ કર્યું હતું. કુકમા ગામના તળાવમાં બપોરે સાડા ચાર વાગ્યે મહિલાઅે કુદકો મારતા ત્યાં રમતા બાળકોઅે જોઇને રોડ પર જઇ રહેલા ગામલોકોને જાણ કરી હતી. માધાપરના જુનાવાસમાં અરીહત કલેકશન પાસે રહેતા છાયાબેન અશ્વિનભાઇ મહેતા (ઉ.વ.53) છેલ્લા કેટલાક વર્ષોથી માનસિક અસ્થિર હોવાથી તેમણે મોત વ્હાલુ કર્યું હતું. બપોરે તળાવમાં કુદકો માર્યો ત્યારે તરવૈયા સામજી મહેશ્વરીઅે તળાવમાંથી મહિલાને બહાર કાઢી હતી.

મહિલાની લાશ કાઢતી વેળાઅે અાખુ ગામ ભેગુ થઇ ગયું હતું. મહિલાની લાશ બહાર લાવતા જ અા મહિલા ગામની ન હોવાનો સુર વ્યકત થયો હતો. પદ્ધર પોલીસને જાણ કરતા ટુકડી બનાવ સ્થળે પહોંચી લાશને પી.અેમ. કરાવવા તજવીજ હાથ ધરી હતી તેમજ મહિલાની અોળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા. રાત્રે અાઠેક વાગ્યાના અરસામાં મહિલાના પરીજનોનો સંપર્ક થતા મહિલા માધાપરની હોવાનું અને છેલ્લા થોડાક વર્ષોથી માનસિક અસ્થિર હોવાની પરીજનોઅે વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...