ઠગાઇ:માધાપરના યુવાનને 1 ટકા કમિશનની લાલચ આપી કેરાના 3 શખ્સોએ કરી 7.50 લાખની છેતરપીંડી

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

લાલચ બુરી બલા હોવાનું જાણતા હોવા છતાં કેટલાક લોકો લોભામણી લાલચે લૂંટાઇ જતા હોય છે આવા જ બે બનાવો ભુજ અને માધાપરમાં સામે આવ્યા છે. માધાપરના યુવાનને 1 ટકાના કમિશન પર બાધા રૂપિયા છુટા કરી આપવાની લાલચ આપીને કેરાના ત્રણ શખ્સે 7 લાખ 50 હજારના શીશામાં ઉતરી દીધો છે. જ્યારે ભુજના વેપારીને 1500 અગરબતીનો જથ્થોની ખરીદી કરીને જામનગરના બે ઠગો નાણા ન આપીને 1 લાખ ઠગાઇ કરી છે.

માધાપર જુનાવાસ ખાતે મિસ્ત્રી સમાજવાડીની શેરીમાં રહેતા અને ખેતી કન્ટ્રકશનનો વ્યવસાય કરતા જયકુમાર દિનેશભાઇ ઠકકરે માનકુવા પોલીસ મથકમાં કેરા ગામના નૂરમામદ અને બે અજાણ્યા શખ્સો વિરૂધ વિશ્વાસઘાત છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કેરા ગામના નૂરમામદ નામના શખ્સ ફરિયાદીએ બાધા રૂપિયાની અવેજીમાં છુટા રૂપિયા આપવાની વાત થઇ હતી. દરમિયાન આરોપીએ 18 નવેમ્બરના પાંચ લાખ રૂપિયાની મોટી નોટોના છુટા રૂપિયા આપી એક ટકો કમિશન આપ્યું હતું. બાદમાં ફરિયાદી પાસેથી 7 લાખ 50 હજારની મોટી નોટો મેળવી કમિશન સાથે રૂપિયા આપવાની વાત કરીને ફરિયાદને આરોપીઓએ કમિશન સાથેની રકમ બેગમાં ભરીને આપી હતી. ફરિયાદીએ તપાસ કરતાં બેગમાં 30 હજારની સાચી નોટો અને બાકી કાગળની રીમ ભરેલી જોવા મળતાં આરોપીઓ વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ ભુજના વાલદાસનગરમાં રહેતા અને જીઆઇડીસીમાં જીન્શા ઇન્ડસ્ટ્રીઝ નામથી અગરબતી બનાવવાની ફેકટરી ચલાવતા હરીતકુમાર હર્ષદભાઇ રાવલ સાથે જામનગરના આદર્શ ગડા નામના શખ્સે રૂપિયા 1,00,012ની કિંમતની 1500 અગરબતીનો વેપાર કરી ફરિયાદી વેપારી પાસેથી માલની ડીલીવરી લીધા બાદ નાણા ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદી હરીતકુમારને જુનાગઢના દિવ્યેશભાઇનો ફોન આવ્યો હતો. અને તેમના પાસે માલ ન હોઇ એક ગ્રાહકને એક હજારથી પંદરસો કિલો અગરબતી જોઇએ છે. તમને વેપારમાં રસ હોયતો તમારો નંબર આપું તે કહયું હતું. બાદમાં આદર્શ ગડા નામના વ્યક્તિનો ફરિયાદને ફોન આવ્યો હતો. અને તેણે ફરિયાદી પાસેથી સેમ્પલ મંગાવ્યા બાદ 1500 કિલ્લો અગરબતીનો ઓર્ડર આપી ભુજ ફરિયાદીની ફેકટરી પર નલિન ચૌહણ અને પ્રવિણભાઇ દુદાગરા નામના વ્યક્તિઓને ગાડી સાથે મોકલી માલની ડીલીવરી લઇ રૂપિયા કાલે મોકલાવી દઉ છું કહકીને એક લાખ રૂપિય ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો. બી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો દાખલ કર્યો હતો.

ધૂતારાઓએ બેગમાં 30 હજારની અસલી નોટ આપી
માધાપરના યુવાનને કેરાના શખ્સે પ્રથમ 5 લાખના બાધા રૂપિયાની અવેજીમાં 5 હજારનું કમિશન આપ્યું હતું. જેથી ફરિયાદને કમિશનનો ચસ્કો લાગ્યો હતો. ફરી બાધા રૂપિયા છુટા કરાવવા દેતાં 7.50 લાખ રૂપિયાનો ફટકો લાગ્યો હતો. જેમાં આરોપીઓએ ફરિયાદીને બેગમાં માત્ર 30 હજારની અસલી નોટ આપી બાકીની નકલી નોટો પધરાવી હતી.

ભુજના વેપારીએ લાલચમાં માલનો જથ્થો આપી દીધો
વેપારની લાલચમાં જામનગરના આરોપીએ ભુજ મોકલેલા બે શખ્સોને ફરિયાદી વેપારીએ ફેકટરીમાંથી એક લાખનો માલ આપી દીધો બાદમાં નાણા આપવા મુદે પુછતાં આરોપીઓએ પોતાના ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા.

રાત્રે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી મુદામાલ રિકવર કર્યો
માધાપરના યુવાન પાસે રૂપિયાની મોટી નોટો છુટી કરી કમિશન આપવાની લાલચે ઠગાઇ કરનારા કેરાના નુરમામદ જાકબ સમા,માંડવી મસ્કાના સુરેશ નાનજી મોતા અને મુળ યુપીના અને હાલ અમદાવાદ રહેતા મુશાહિદખાન ઊર્ફે મુસા અબ્દુલનબીખાન પઠાન (નબી) સહિતના ત્રણ આરોપીઓને કાર સાથે મોટી રાત્રે માનકુવા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વાય.પી.જાડેજા અને તેની ટીમે 100 ટકા મુદામાલની રીકવરી સાથે દબોચી લઇને ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...