LCBની કાર્યવાહી:માધાપરના શખ્સે રાજસ્થાનથી દારૂ મંગાવ્યો, 5.49 લાખની મતા સાથે બે આરોપી પકડાયા

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવનિર્મિત માધાપર પોલીસ સ્ટેશનથી 100 મીટર દુર શરાબ સાથે દબોચાયા
  • એલસીબીએ 35 બોટલ શરાબ, 26 હજાર રોકડા અને કાર કબજે કરી

માધાપરમાં રહેતા શખ્સે રાજસ્થાનના ઇસમ પાસેથી શરાબનો જથ્થો મંગાવ્યો હતો, માધાપર નજીક ટ્રી-ટોપ રેસીડેન્સી સામે ઇનોવા કાર લઇને ઉભો હતો ત્યારે શરાબનો જથ્થો લઇને રાજસ્થાનનો ઇસમ અાવતા બંને જણા પકડાઇ ગયા હતા. પોલીસે 36 બોટલ શરાબ, 26 હજાર રોકડા અને બે મોબાઇલ મળી 5.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી માધાપર પોલીસ મથકે ગુનો દર્જ કરાવ્યો હતો. અાશ્ચર્યની વાત અે છે કે, નવનિર્મિત માધાપર પોલીસ સ્ટેશનથી 100 મીટર દુર જ અા બંને ઇસમ શરાબ સાથે પકડાયા હતા.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, માધાપર ગામે રહેતો ધનજી લાલજી વેકરીયા (રહે. વિશાલનગર, જૂનાવાસ)વાળો રાજસ્થાનથી શરાબનો જથ્થો મંગાવ્યો છે જે જથ્થો બસમાંથી ઉતરી અેક શખ્સ અાપવા માટે અાવવાનો છે. અેલસીબીની ટીમ બાતમી અાધારે ટ્રી-ટોપ રેસીડેન્સી પાસે વોચમાં હતી ત્યારે રામનિવાસ ભેરારામજી જાટ (ઉ.વ.40, રહે. પીપાળ, બીલાડા, જોધપુર)વાળો શરાબનો જથ્થો લઇ ઇનોવા કારમાં બેઠેલા ધનજી વેકરીયાને અાપવા પહોંચ્યો તે વેળાઅે જ અેલસીબી ત્રાટકી હતી.

અેલસીબીઅે ત્રીપલ અેક્સ રમની 36 બોટલ શરાબ કિંમત 12,600, ઇનોવા કાર કિંમત પાંચ લાખ, બે મોબાઇલ ફોન કિંમત દસ હજાર, અને 26400 રૂપિયા રોકડા મળી 5,49,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને ઇસમોને મુદ્દામાલ સાથે દબોચી લઇ માધાપર પોલીસ મથકે ગુનો દર્જ કરાવ્યો હતો. નોંધનીય છે કે, અેલસીબીની ટુકડીઅે માધાપર પોલીસ સ્ટેશનથી 100 મીટર જ દુર ટ્રીટોપ રેસીડેન્સી પાસેથી શરાબના જથ્થા સાથે રાજસ્થાની ઇસમ સહિત બેને પકડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...