તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:માધાપરની લેન્ડ ગ્રેબિંગ એક્ટીની અરજી એસપીએ કલેક્ટરને મોકલી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાલાઈ નગરમાં દબાણ, ખનીજચોરી સહિતની પ્રવૃતિના કરાયા છે આક્ષેપો

માધાપર ગામની સીમના બિનખેતી થયેલા સર્વે નંબરમાં બાંધકામ કરી તેમજ રસ્તાની જગ્યા જમીનની કિંમત વધે તે હેતુસર બદલાવીને દબાણ કરાયું હોવાનું તેમજ માલિક તરફથી વહેણ પુરી ખનીજ ચોરી કરાઇ હોવાની આક્ષેપ કરતી ફરિયાદ એસપીને મળી હતી. એસપીએ નવા કાયદા હેઠળ ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ કાયદાની સમિતિ અને કલેક્ટરને પત્ર લખ્યો હતો.

પશ્ચિમ કચ્છ એસપીએ ચેરમેન અને કલેકટરને પાઠવેલા પત્ર મુજબ માધાપરના હાલાઈ નગરમાં રહેતા દિનેશ હીરજીભાઈ સોમૈયાએ સીમના સર્વે નંબર 568 પૈકી 26 વાળી જમીનમાં થયેલાં દબાણો અંગે ફરિયાદ દાખલ કરવા અરજી કરી હતી. ગામના સરવેનંબર 568 પૈકી ૪૮ વાળી જમીન બિનખેતી કર્યા બાદ પ્લોટ પાડવામાં આવેલા હતા, જે સોસાયટીની બાજુમાં 568 પૈકી 26ના માલિક વૈશાલીબેન જમીન બિનખેતી કરાવી પ્લોટ પાડી અને બાંધકામ શરૂ કરાવ્યો હતો જે જમીન પરનો રસ્તો પૂર્વ તરફનો હતો પરંતુ જમીનની કિંમત વધે તે માટે હાલાઈ નગરમાંથી બિનઅધિકૃત રીતે આવન-જાવન શરૂ કરાયું હતું અને કોલોનીના રસ્તાને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

જાહેર રસ્તા પર આવેલું પાણીનું વહેણ પૂરીને રસ્તો બનાવાયો તેમજ ભાડા અને ડી.આઈ.એલ.આર સાથે ભળી જઈ ખોટો લે-આઉટ પ્લાન પાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. સોસાયટીના વહેણમાં પુરવા ૧૩ લાખ ૫૦ હજારની ખનીજ ચોરીનો પણ આક્ષેપ કરાયો હતો. અરજદારે જરૂરી દસ્તાવેજ અને કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી પાણીનું વહેણ નદીના વિસ્તારની સરકારી જમીન 0.75 એકર પોતાની જમીનમાં ભેળવી દબાણ કરેલ હોવાની હકિકત જણાવી હતી. અરજદારની રજૂઆત અન્વયે લેન્ડ ગ્રેબિંગ એક્ટના કાયદા મુજબ તપાસ થવા ફરિયાદ મોકલવામાં આવી હતી. એસપીએ સમગ્ર મામલાની તપાસ જિલ્લા ક્ક્ષાની રચાયેલી સીટની ટીમ દ્વારા કરવામાં આવે તેવી માંગ સાથે સમિતિના ચેરમેન અને કલેક્ટરને પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...