તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:લકઝરી બસોમાં ફાયર સેફટીની કીટ રાખવા તાકીદ કરાઇ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આર.ટી.ઓ.માં વીમા કંપની-બસના ડ્રાઇવર-માલિકો સાથે બેઠક મળી

32મા માર્ગ સલામતી માસ અંતર્ગત આરટીઓ અને પોલીસ તંત્ર તરફથી જુદા જુદા સલામતી અને જાગૃતીના કાર્યક્રમો કરાયા છે. ભુજની આરટીઓમાં વીમા કંપની તેમજ લકઝરી બસોના ડ્રાઇવર-માલિકો સાથે બેઠક મળી હતી. મંગળવારે ભુજની આરટીઓમાં માર્ગ સલામતી માસ અંતર્ગત બેઠક મળી હતી. ખાનગી બસના ડ્રાઇવરો અને માલિકો તેમજ ગઇકાલે વીમા કંપનીના જવાબદારો સાથે બેઠક મળી હતી. બેઠકમાં આર.ટી.ઓ. સી. ડી. પટેલે જણાવ્યું હતું કે, બસોમાં એસી હોય છે તો અમુક સમયે વાયરીંગના કારણે શોટસર્કિટ થવાથી આગ લાગવાનો બનાવ બને છે.

બસના ડ્રાઇવરોને ફાયર સેફટીની કીટ સાથે આપવામાં આવે તેમજ તાલીમ અપાય તો અકસ્માત સમયે જાનહાની ટળી શકે તેમ છે. તો બસના માલિકોને નિર્દેષ કર્યુ હતું કે, ડ્રાઇવરોને દિવસ-રાત ડયુટી સોંપવાને બદલે આરામ કરવા સમય અપાય, રાતનો ઉજાગરો હોય તો બીજા દિવ્સે પણ ડ્રાઇવિંગ માટે રવાના કરાય છે. આ બેઠકમાં નિરવ બક્ષી, વી. એસ.ચૌહાણ, એસ. બી. પટેલ, પાર્થ સોલંકી, ઉમરભાઇ સમા, નરેશ વચ્છરાજાની,રમેશભાઇબાવાજી,ઘનશ્યા મભાઇ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો