ચંદ્રગ્રહણ:19 નવેમ્બરે ચંદ્રગ્રહણ, 4 ડિસેમ્બરે સૂર્ય ગ્રહણ, વર્ષના બંને છેલ્લાં ગ્રહણ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃષભ રાશિ-કૃત્તિકા નક્ષત્રમાં થનારું ચંદ્રગ્રહણ આસામ, અરુણાચલના કેટલાક જ ભાગમાં દેખાશે

19 નવેમ્બરે કારતકી પૂનમના દિવસે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે. જ્યારે 4 ડિસેમ્બરે સૂર્યગ્રહણ પણ થશે. આમ 15 દિવસના ગાળામાં બે ગ્રહણ થશે. 19 નવેમ્બરે થનારું ચંદ્રગ્રહણ વૃષભ રાશિ અને કૃત્તિકા નક્ષત્રમાં થશે. ભારતમાં તે અરુણાચલ પ્રદેશ અને આસામના કેટલાક ભાગોમાં અંશત: દેખાશે. પરંતુ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એટલાન્ટિક અને પેસેફિક પ્રદેશમાં ચંદ્રગ્રહણ સ્પષ્ટ જોઈ શકાશે. જ્યાં આ ગ્રહણ દેખાશે નહીં ત્યાં સૂતક પણ ગણાશે નહીં.

દરમિયાન ચંદ્રગ્રહણના 15 દિવસ પછી 4 ડિસેમ્બરે કારતકી અમાસે સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ પણ વર્ષનું છેલ્લું ગ્રહણ હશે. ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં. 2022માં 16 મેએ ફરી ચંદ્રગ્રહણ થશે અને આ ગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. જ્યોતિષીઓના મતે સૂર્યગ્રહણની અસર વાતાવરણ પર થઈ શકે છે. બંને ગ્રહણ ભારતમાં પૂરેપૂરા દેખાવાના ન હોવાથી વિવિધ રાશિના જાતકો પર તેની કોઈ ખાસ અસર નહીં પડવાનો જ્યોતિષશાસ્ત્રીઓનો મત છે.

આજે એકાદશી, તમામ માંગલિક કાર્યો થશે
14 નવેમ્બરે દેવઊઠી એકાદશી, કારતક માસના સુદ પક્ષની દેવપ્રબોધિની એકાદશી દેવઊઠી એકાદશીના નામે ઓળખાય છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે અષાઢ માસના સુદ પક્ષની એકાદશી એટલે દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ સૂઇ જાય છે. તે પછી દેવ પ્રબોધિની એટલે કારતક માસની સુદ પક્ષની એકાદશીએ ક્ષીરસાગરમાં ચાર માસની યોગનિદ્રા પછી ભગવાન વિષ્ણુ જાગે છે.

ભગવાનના જાગવાથી સૃષ્ટિની તમામ શક્તિઓમાં સંચાર થવા લાગે છે. દેવઊઠી એકાદશીએ શેરડીનો મંડપ સજાવીને તેમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી પૂજન કરાશે. એકાદશીએ લગ્ન સહિત બધા માંગલિક કાર્યોની પણ શરૂઆત થઇ જશે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...