તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકીય પ્રવૃત્તિ:ભૂકંપથી અનાથ થયેલા બાળકોની સેવાથી લખનૌની પૌલોમી પહોંચી ફોર્બ્સ યાદીમાં

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભુજની એક સંસ્થાની બાળકોને હરદ્વારમાં મળી અને શરૂ થઈ સેવાકીય પ્રવૃત્તિ
 • તાજેતરમાં ફોર્બ્સે જારી કરેલી ઇન્ડિયા 30 અન્ડર 30માં કાર્યની નોંધ લેવાઇ

લખનૌની ધારાશાસ્ત્રી અને છેલ્લા પંદર વર્ષથી અનાથ બાળકોની સેવા કરતી પૌલોમી પાવીની શુક્લ ફોર્બ્સ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવતા પ્રથમ ત્રીસ વર્ષની વય સુધીના ત્રીસ યુવાઓમાં પસંદ પામ્યા છે. હરદ્વારમાં 2001 માં જ્યારે પૌલોમી નવ વર્ષની હતી અને તેમના માતુશ્રી ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટ હતા. કચ્છના ભયંકર ભૂકંપના પીડિત અનાથ બાળકોની સેવા કરતી એક સંસ્થાના પરિચયમાં આવ્યા બાદ તેમણે સેવાકીય પ્રવૃતિઓ શરૂ કરી.

અનાથ બાળકોને અભ્યાસમાં મહત્વનું યોગદાન આપવા બદલ ફોર્બ્સની ઈન્ડીયા 30 અંડર 30 2021ની સૂચિમાં સામિલ કરી છે. દિવસ રાત અનાથ બાળકો માટે કાર્ય કરતી પૌલોમી કહે છે કે, તેને ભુજના ભૂકંપ બાદ જે બાળકો મળ્યા તેમાંથી આવી પ્રવૃત્તિ માટેની પ્રેરણા મળી છે. તે આવા બાળકોને દુનિયા સમક્ષ લઈ આવવા માંગે છે કે જેથી તેમની કોઈ ઓળખ ઊભી થાય. તેણે ‘એડોપ્ટ એન ઑરફાન્જ઼’ અભિયાન શરૂ કર્યું છે.

આ અભિયાનમાં અનેક લોકોનો સહકાર મળ્યો છે. સરકારી યોજનાઓ દ્વારા પણ આ સંસ્થાકીય પ્રવૃત્તિને વેગ આપવામાં આવ્યો છે. 2015 માં ‘વિકેસ્ટ ઓન અર્થ - ઓરફન્સ ઓફ ઈન્ડીયા’ પુસ્તક પણ લખ્યું હતું. દર વર્ષે ફોર્બ્સ મેગેઝિન આવી સેવાના ભેખધારી લોકોની યાદી બહાર પાડે છે.નોંધનીય છે કે કચ્છમાં આવેલા ભૂકંપમાં અનેક માસુમ અનાથ થયા હતા જેની વૈશ્વિક સ્તરે નોંધ લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો