મ્યુઝિક અને ઑ.ટી.ટી. પ્લેટફોર્મ ઉપર મોટા અવાજે જેમને સાંભળવાની આદત હોય તેમણે આજથી જ ટેવ બદલવાની શરૂઆત કરી દેવી અન્યથા તીવ્ર અવાજથી સાંભળવાની ક્ષમતા પ્રભાવિત થશે. તેવો નિર્દેશ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગના તબીબો અને પ્રાધ્યાપકોએ આપ્યો હતો.
જી.કે. જનરલ હોસ્પિટલના ઇ,એન.ટી. વિભાગના તબીબો દ્વારા ૩જી માર્ચ વિશ્વ શ્રવણ દિનની ઉજવણી ટાંકણે હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. અને ઇ.એન.ટી. વિભાગના હેડ ડો. નરેંન્દ્ર હિરાણીએ કહ્યું કે, યુવાનોમાં મોટા અવાજે સંગીત સાંભળવાની ટેવ વધતી જાય છે. તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થાનો હવાલો આપતા કહ્યું કે, દુનિયાના 40 કરોડ લોકોને આની અસર થઈ છે. આમ તો, જો કે, સાંભળવાની ક્ષમતાને અસર કરતાં અનેક પરિબળો છે. પણ સૌથી મોટું કારણ લાંબા સમય સુધી તેજ અવાજ સાંભળવાની આદત છે.
ડો. હીરાણીએ કહ્યું કે, તીવ્ર અવાજથી કાનના પડદા અને નસોની સમસ્યા સર્જાઈ શકે છે. મ્યુઝિક સાંભળવા માટે સંગીત રસિયાઓ ઇયરફોન-હેડફોનનો ઉપયોગ કરે છે. તો પણ સાવધાન થવાની જરૂર છે. કારણ કે, કાન શરીરનું સંવેદનશીલ અંગ છે. જે અમુક હદ સુધી જ અવાજ સહન કરી શકે છે. જો કે, કાનના સંદર્ભમાં હેડફોનએ ઇયરબડ્સની તુલનામાં વધુ સુરક્ષિત છે.પરંતુ, તેનો અર્થ એવો નથી કે, ઊંચા અવાજે સાંભળવું હાનિકારક નથી.
મેડિકલ કોલેજના પ્રો.ડો.અજિત ખીલનાની અને આસી. પ્રો. ડો. રશ્મિ સોરઠિયાએ કહ્યું કે, હેડફોન અને ઇયરબડસના ઉપયોગ દરમિયાન વોલ્યુમ ધીમું રાખવું જોઈએ. દર અડધા કલાકે હળવો આરામ લઈ કાનની સુરક્ષાનું પાલન કરવું જોઈએ. તબીબોના જણાવ્યા અનુસાર ઇયરબડ્સ અને હેડફોનને એક જ સમજી લેવામાં આવે છે. વાસ્તવમાં બંનેઅલગ છે. ઇયરબડ્સ નાના હોય છે. જે સિલિકોન અથવા કઠોર પ્લાસ્ટિકસના બનેલા હોય છે. જે કાનમાં સહેલાઈથી ફિટ થઈ જાય છે. જ્યારે હેડફોન એવું ડિવાઇસ છે જે કાન ઉપર હોય છે. બંનેના સાઉન્ડવેવ(અવાજ તરંગો) સીધા ઈયરબડ્રમને હિટ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.