માંગણી:વરસાદથી ખેડૂતોને નુકસાન, રાહત પેકેજ જાહેર કરો

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્વરાએ યોગ્ય ન કરાય તો કચ્છ કોંગ્રેસ ચલાવશે લડત

કચ્છ જિલ્લામાં વરસાદથી ખેડૂતોના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે, જેથી ગુજરાત રાજ્ય સરકારે ત્વરાઅે રાહત પેકેજ જાહેર કરવું જોઈઅે. અેવું કચ્છ જિલ્લા કોંગ્રેસે જણાવતા ઉમેર્યું હતું કે, યોગ્ય નહીં કરાય તો ખેડૂતોને સાથે રાખી લડત ચલાવાશે.નખત્રાણા, અબડાસા, માંડવી, ભુજ પંથકમાં કપાસના પાકનો સંપૂર્ણ સફાયો થયો છે. અેવું જણાવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાઅે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ફરિયાદો મળી છે. તેમણે રોષપૂર્વક જણાવ્યું હતું કે, અગાઉ થયેલા નુકસાનની રાજ્ય સરકારે અેકપાઈ ચૂકવી નથી અને બીજા નુકસાને ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

અેટલું જ નહીં પણ ખેડૂત વિરોધી સરકારે અગાઉની નુકસાનીનું હજુ સુધી સહાયનું ધોરણ પણ નક્કી નથી કર્યું. અામ, પાકવીમા, પાક રક્ષણની વાતો પોકળ સાબિત થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મગફળી, ફુંગળી, કપાસ જેવા ખરીફ પાકો 50 ટકા નાશ પામ્યા છે અને હવે 35 ટકા જેટલો પાક નિષ્ફળ ગયો છે. જે ખેડૂતો માટે મોટો ફટકો છે, જેથી ત્વરાઅે સર્વે કરી નાણાકીય સહાય ચૂકવવાનું શરૂ કરવું જોઈઅે.

અન્ય સમાચારો પણ છે...