આગ:ગાંધીધામની GIDCમાં કપડાના ગોડાઉનમાં વિકરાળ આગ લાગવાથી લાખો રૂપિયાનું નુકશાન

ભુજ4 મહિનો પહેલા
  • આગને કાબુમાં લેવા ગાંધીધામ સુધારાઈના ફાયર ફાઇટર ઘટના સ્થળે

કચ્છની આર્થિક નગરી ગણાતા ગાંધીધામમાં ફરી મોટી આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના GIDCમાં આવેલા કપડાના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ ફાટી નીકળતા અફરાતફરી ફેલાઈ જવા પામી છે. આજે સાંજે લાગેલી આગને કાબુમાં લેવા ફાયર ફાયટરની ટીમ કાર્યરત બની છે.

સુત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીધામ ખાતેની GIDCના પ્લોટ ન. 75માં સંભવિત શર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. કપડાના ગોડાઉનમાં આગ લાગવાથી કાપડનું કિંમતી રો માટેરિયલ આગની ચપેટમાં આવી જતા લાખો રૂપિયાનું નુકશાન થવાની સંભાવના દર્શાવાઇ રહી છે. આગ એટલી વિકરાળ છે કે, સુધારાઈના બે ફાયર ફાઇટર સાંજના 6 વાગ્યાથી આગ પર પાણીનો મારો ચલાવી રહ્યા હોવા છતાં આગ કાબુમાં નથી આવી રહી. આગની જવાળો અને ધુવાળા આકાશમાં ઉંચ્ચે સુધી ઉડતા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ખડો થવા પામ્યો છે

અન્ય સમાચારો પણ છે...