ભુજ તાલુકાના લોડાઇ ગામે રહેતી પરિણીતા યુવતીને સુમરાસરનો શખ્સ તેના ઘર પાસેથી મોઢે ડુચો દઇ અપહરણ કરી ગયો હતો, બાદમાં પોતાના ઘરે અાવેલા ભુગર્ભ ટાંકામાં ગોંધી રાખી તેમજ રૂમમાં પરિણીતાની મરજી વિરૂદ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા હતા. ફરિયાદી પરિણીતાઅે સુમરાસરના શખ્સ સામે બળાત્કારની કલમ તળે પદ્ધર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. પરિણીતા અા બનાવ અંગે કોઇને જાણ કરશે તો તેના માતા-પિતાને છરીથી મારી નાખવાની ધમકી પણ અાપી હતી.
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ 22 વર્ષીય પરિણીતાને લોડાય ગામે પોતાના ઘર અાગળથી સુમરાસરનો અજીજ સુમાર સમા નામનો શખ્સ મોઢે ડુચો દઇ ઉઠાવી ગયો હતો. ભોગ બનનારાનું અપહરણ કરી અારોપી પોતાના ઘરે લઇ જઇ ભૂર્ગભ ટાંકામાં ગોંધી રાખી હતી, બાદમાં રૂમમાં લઇ જઇ અવાર નવાર મરજી વિરૂદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. ફરિયાદી સાથે બળાત્કાર કર્યો હોવાની જાણ કોઇને કરીશ તો માતા-પિતાને છરી વડે જાનથી મારી નાખવાની ધમકી પણ અારોપીઅે અાપી હતી. પદ્ધર પોલીસ મથકે ફરિયાદીઅે દુષ્કર્મની કલમ તળે અજીજ સમા સામે ફોજદારી નોંધાવતા પદ્ધર પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.