તપાસ:સુખપરમાં ઓરડીમાં ખોલી દારૂની દુકાન : 45 હજારનો માલ પકડાયો, બુટલેગર ફરાર

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ છાપો મારી 120 નંગ દારૂની બોટલ ભરેલા બોક્સો કબજે લીધા

ભુજ તાલુકાના સુખપર ગામે જૈન દેરાસરવાળી શેરીમાં આવેલા મકાનમાં ભાડાની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના પગલે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને 45 હજારની કિંમતની 120નંગ વિદેશી શરાબની બોટલો પકડી પાડી હતી.

સુખપરમાં જૈન દેરાસરવાળી શેરીમાં આવેલા મકાનના કંપાઉન્ડમાં ભાડેથી ઓરડી રાખીને રાજેશ ઉર્ફે રાજીયો શ્યામભાઇ પવાર નામનો શખ્સ દારૂનો જથ્થો મંગાવીને વેચ સાટ કરતો હોવાથી એલસીબીએ છાપો માર્યો હતો. ઓરડીનો દરવાજો અડધો ખુલેલો હોઇ પોલીસ ટીમને ઓરડીમાંથી રૂપિયા 45 હજારની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 120 મળી આવી હતી. પરંતુ આરોપી રાજેશ દરોડા દરમિયાન હાથ લાગ્યો ન હતો. માનકુવા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...