છૂટછાટ:જમશેદપુરના યુવાનના નામે ભુજમાં લીકર પરમીટ ઇસ્યુ થઇ ‘ને શરાબ પણ લેવાયો

ભુજ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે માસ પૂર્વે લીકર શોપમાંથી તેની ID પરથી બિયર લેવાયાનો ચોંકાવનારો ખુલાસો
  • યુવકના આધારો પરથી વિઝિટ પરમીટ ઇસ્યુ કરાઇ, બિયર ખરીદનાર યુવકે ગુગલ-પેથી પેમેન્ટ કર્યું

ભુજમાં અાવેલી લીકર શોપમાંથી શરાબનો જથ્થો બહાર વેંચાણ થતો હોવાની વાતો અગાઉ અનેક વખત ચર્ચાઇ ચૂકી છે ત્યારે ભુજમાં અાવ્યો નથી તેવા યુવકના નામે વિઝીટ પરમીટ ઇસ્યુ થઇ ગઇ અને તેની અાઇ.ડી. પરથી ભુજની લીંકર શોપમાં બિયરનો જથ્થો બે માસ પૂર્વે ખરીદાયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ભુજ અાવેલા જમસેદપુરના યુવક અેક લીંકર શોપમાં બિયરનો જથ્થો લેવા ગયો ત્યારે હકીકત જાણવા મળી હતી. કોલકતા જમસેદપુરમાં રહેતો અને મુળ જામનગરનો પ્રતીકભાઇ જીયા બુધવારે બપોરે પરમીટ પરથી બિયર લેવા માટે ભુજની ઇલાર્ક હોટેલમાં ગયો હતો, ત્યાં તેને જાણવા મળ્યું કે બે માસ પૂર્વે તેમની અાઇ.ડી.માંથી બિયરનો જથ્થો લેવાયો છે અને ગુગલ-પેથી પેમેન્ટ કરાયું છે. જો કે, પોતે બે માસ પૂર્વે ભુજ અાવ્યા જ ન હોવાથી વાત કરી હતી.

ભુજ અાવ્યા જ નથી તેમ છતાંય તેમના નામની વિઝીટ પરમીટ ઇસ્યુ કર્યા બાદ ભુજની સેવન સ્કાય લીકરશોપમાંથી બિયરનો જથ્થો લેવાયો હોવાનું અને તેમની અાઇ.ડી.માંથી બિયરની ખરીદી થયા બાદ ઉસ્માન મજીદ વલી સરવૈયાઅે પોતાના ગુગલ-પેથી પેમેન્ટ કર્યો હોવાની હિસ્ટ્રી તેમને ઇ-પરમીટમાંથી જાણવા મળતી હતી.

લીંકર શોપને અપાયેલી ઇ-પરમીટ અેપલીકેશનમાં કયા પરમીટ ધારકે કયારે અને કઇ જગ્યાઅેથી શરાબ-બિયરનો જથ્થો ખરીદ્યો છે તેમજ કઇ રીતે પેમેન્ટ કર્યું છે તેની માહિતી હોય છે, અા ઇ-પરમીટમાંથી જ પ્રતીક જીયાને બે માસ પૂર્વે તેમની અાઇ.ડી. મારફતે સેવન સ્કાય લીંકર શોપમાંથી શરાબ લેવાયા હોવાની હકીકત જાણવા મળી હતી.

શરાબનો જથ્થો મળી શકે, કોઇ તકલીફ પડવા ન દઇઅે : હોટલ વાળાનો લુલો બચાવ
ભુજની સેવન સ્કાયના જટુભાઇ રાઠોડને સમગ્ર હકીકતથી વાકેફ કરી વાત કરતા તેમણે કહ્યું હતું કે, તે પરમીટ ધારકને શરાબનો જથ્થો મળી શકે અને કોઇ તકલીફ પડવા ન દઇઅે. કેવી રીતે પરમીટ ઇસ્યુ થઇ કે ધારક પોતે ભુજમાં ન હોવા છતાંય કોણ જથ્થો લઇ ગયો તે અંગે તેમણે વાત કરવાનુ ટાળ્યું હતું.

અન્ય લીકર શોપનો જથ્થો બહાર વેંચાતો થતો
ભુજમાં ઇલાર્ક, સેવન સ્કાય અને પ્રિન્સ અેમ ત્રણ લીકર શોપ હતા, હાલ પ્રિન્સ હોટેલનું લીકર શોપ લાયસન્સ બંધ છે. પરમીટ ધારકોના અાધાર-પુરાવા મેળવી વિજિટ પરમીટ બનાવી તેમના નામ પરથી બિયરનો જથ્થો બહાર જતો હોવાની વાત ચર્ચામાં હોય છે. તો અગાઉ પણ લીકર શોપમાંથી લેવાયેલો શરાબનો જથ્થો વેંચાણ થતા પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...