તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બચાવ કામગીરી:ભુજના હમીરસર તળાવમાં માછલીના બચાવ માટે પેટ્રોલ બોટથી લિકવિડ લાઇમનો છંટકાવ કરાયો

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે દિવસથી તીલીપીયા માછલીના અચાનક મૃત્યુના પગલે કામગીરી શરૂ

ભુજના હમીરસર તળાવમાં માછલીના બચાવ માટે સુધારાઈ દ્વારા પેટ્રોલ બોટથી લિકવિડ લાઇમનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી તીલીપીયા માછલીના અચાનક મૃત્યુના પગલે કામગીરી શરૂ કરાઇ છે.

મૃત માછલીઓને ઉપાડી લઈ તળાવમાં સફાઈ કાર્ય હાથ ધરાયુ

ભુજના હમીરસર તળાવમાં તીલીપીયા જાતિની માછલીઓ અચાનક મૃત્યુ પામી રહી છે. જેમાં સુધારાઈ દ્વારા મૃત માછલીઓને ઉપાડી લઈ તળાવમાં સફાઈ કાર્ય હાથ ધરાયુ હતું. અને ફિસિંગ ડિપાર્ટમેન્ટ મારફત તેની તપાસ કરાવતા માછલીના મોત ઉનાળા દરમ્યાન પાણીનું સ્તર ઘટવાથી ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાથી થતા હોવાનું માલુમ પડ્યું છે.

મત્સ્ય વિભાગના અધિકારીએ ચુનાના છંટકાવનો સુઝાવ આપ્યો

દરમિયાન સુધારાઈ પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે તીલીપીયા જાતિના બચાવ માટે મત્સ્ય વિભાગના અધિકારીએ ચુનાના છંટકાવનો સુઝાવ આપતા આજ બુધવાર વહેલી સવારથી જ પાલિકાની પેટ્રોલ બોટ દ્વારા લિકવિડ લાઈમ (ચુનો) લગાડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...