તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ સ્થાપ્ના દિન:ભારત છોડોના નારાની જેમ હવે, ભુજમાં ‘ભાજપ નગરપાલિકા છોડોનો સમય’

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસના 136મા સ્થાપ્ના દિને વેપારીઅોને મીઠાઇ ખવડાવી ઉજવણી કરાઇ

અાજે કોંગ્રેસ પાર્ટીના 136મા સ્થાપ્ના દિન નિમિતે સમગ્ર દેશમાં કાર્યકરો દ્વારા ઉજવણી કરાઇ હતી, ત્યારે ભુજ શહેરમાં ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રવિન્દ્ર ત્રવાડીના અાગેવાની હેઠળ જિલ્લા કાર્યાલય ખાતે ઉમંગભેર ઉજવણી કરાઇ હતી અને કોંગ્રેસ પક્ષના ધ્વજને સલામી અાપી હતી રાષ્ટ્રગીત, વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

136 વર્ષ પહેલાં માત્ર 80 સભાસદોની હાજરી વચ્ચે કોંગ્રેસ પક્ષની સ્થાપ્ના કરાઇ અને દેશની અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. અાજે દેશના વર્તમાન શાસકો દેશને ફરી અદાણી-અંબાણીના ગુલાબ બનાવવાની તૈયારીમાં છે, ત્યારે અાપણે સાૈ અેકત્ર થઇને ફરી ભાજપ મુક્ત કરીઅે અેવી ઇચ્છા શહેર પ્રમુખ રવિન્દ્ર ત્રવાડીઅે દર્શાવી હતી. અાવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઅોમાં ભારતીય જનતા પાર્ટીની ફાસીવાદી વિચારધારાને હરાવી કોંગ્રેસ પક્ષને જીતાડવા માટે વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાઅે લોકોને અપીલ કરી હતી. સ્થાપ્ના દિન નિમિત્તે પક્ષના કાર્યકરો દ્વારા શહેરના વાણિયાવાડ, મહેરઅલી ચોક સહિતના વેપારીઅોને મીઠાઇ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને હાલમાં કચ્છમાં પડેલા વરસાદમાં જે સમસ્યાઅો સર્જાઇ હતી તેની માહિતી મેળવી હતી.

અા કાર્યક્રમમાં અરજણ ભૂડિયા, ગનીભાઇ કુંભાર, રામદેવસિંહ જાડેજા, પી. સી. ગઢવી, અંજલી ગોર, જેન્તી પારેખ, અમિત શાહ, અલીમામદ જત, સોનિયા ઠક્કર, મામજી મહેશ્વરી, શહેજાદ સમા સહિતના અાગેવાનો હાજર રહ્યા હતા. અંજાર : અંજાર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી તેમજ ગાંધીજીની પ્રતિમા પાસે સફાઈ કરી હરારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારા, રમેશ આહીર, હમીરભાઇ મ્યાત્રા, અરજણ ખાટરીયા, યુવરાજસિંહ વાઘેલા, દિલીપસિંહ ઝાલા, નારણભાઈ વઘોરા, રાધુંભાઈ આહીર, વ્રજલાલ સોરઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ દરેક કાર્યકરોને મીઠું મોઢું કરાવી રાષ્ટ્રીય કોંગ્રેસ સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ભચાઉમાં શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 136મા સ્થાપ્ના દિન નિમિતે ભચાઉમાં શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સમિતિના હોદ્દેદારો, મહિલા સેલ, ચૂંટાયેલા પ્રતિનિધિઅો તથા પદાધિકારીઅો અને કાર્યકરોની હાજરીમાં સરકારી દવાખાનાના દર્દીઅોને ફ્રૂટ વિતરણ કરી ઉજવણી કરી હતી. અા કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ બળુભા જાડેજા, પ્રદેશ મંત્રી ભરતભાઇ ઠક્કર, મહિલા કોંગ્રેસના લક્ષ્મીબેન, સવિતાબેન, શહેર કોંગ્રેસ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ મનજીભાઇ રાઠોડ, નગર સેવક ગણેશભાઇ ગરવા, લક્ષ્મીબેન, કિસાન સેલના પ્રમુખ રણછોડભાઇ પટેલ સહિતના લોકો જોડાયા હતા અને ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો