તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાતાવરણ ની વિષમતા વચ્ચે ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી અનુભવાઈ રહી છે તેવામાં પશ્ચિમ કચ્છના રવાપર અને નાના અંગિયા સહિતના વિસ્તારોમા વહેલી સવારથી નવ વાગ્યા સુધી ઝાકળ વર્ષાના કારણે માહોલ ધૂંધળો બન્યો હતો અને વાહન ચાલકોને ગતિ નિયંત્રણની સાથે હેડ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.
ધૂમ્મસના પગલે વાડીના શેઢે આવેલા વૃક્ષો પણ દેખાતા ન હતા. દૈનિક મોર્નિંગ વોક કરવા જતા મનીષ સોનપારે જણાવ્યું હતુ કે , સમાન્ય રીતે દરરોજ સવારે આઠથી દસ યુવાનો ભેગા થઈને વોકિંગમા નીકળે છે પણ ઝાકળ વધારે હોવાથી મોર્નિંગ વોક કરનારાઓની સંખ્યા પણ ઘટી ગઈ હતી. બીજી બાજુ નખત્રાણા હાઇવેની બંને બાજુ આવેલા વાડી વિસ્તારોમાં પણ ઝાકળ વર્ષા થઇ હતી. રવાપર સહિતના વિસ્તાર સવારે 9 વાગ્યા સુધી ધૂંધળા બન્યા હતા.
નલિયામાં 11.4 ડિગ્રી, કચ્છમાં શિયાળાના વિદાયની ગણાતી ઘડીઓ
કચ્છમાં અડધો ડિસેમ્બર વીત્યા બાદ પક્કડ જમાવનારો શિયાળો હવે વિદાય લઇ રહ્યો છે. બુધવારે નલિયમાં ન્યૂનતમ 3 આંક ઉંચકાઇને 11.4 ડિગ્રી પર પહોંચ્યું હતું. જ્યારે ભુજમાં મહત્તમ 33.4 રહેતાં બીજા ક્રમનું ગરમ શહેર બન્યું હતું. બે માસ સુધી નલિયાનો કેડો ન મૂકનારી ઠંડી વિદાય લઇ રહી હોય તેમ શીત નગરમાં નીચું તાપમાન 11.4 જ્યારે મહત્તમ 32 ડિગ્રી રહેતાં ઉનાળાના એંધાણ જોવા મળ્યા હતા. જિલ્લા મથક ભુજમાં વલસાડ (33.5) બાદ ઉંચું ઉષ્ણતામાન 33.4 ડિગ્રી નોંધાયું હતું. કંડલા એરપોર્ટ ખાતે 12.6 અને 32.2 જ્યારે કંડલા ખાતે 13.9 તેમજ 30.3 ડિગ્રી રહ્યું હતું. એક બે દિવસમાં મોટે ભાગે ઠંડી ગાયબ થવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.