તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની આશા:કચ્છના અમુક સ્થળે મંગળવારથી 4 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પવનની ગતિ મંદ પડતાં કચ્છમાં ફરી વરસાદની અાશા બંધાઇ છે અને હવામાન વિભાગે પણ મંગળવારથી 4 દિવસ સુધી જિલ્લાના અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની રાહતરૂપી અાગાહી કરી છે.હવામાન વિભાગે કચ્છમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી દીધા બાદ રાપર, ભચાઉ, ભુજ સહિત જિલ્લાના અમુક સ્થળે વરસાદ પડ્યો હતો. જો કે, ત્યારબાદ પવનની ગતિ વધતાં વાદળા વિખેરાઇ જતાં જિલ્લાવાસીઅોની ચિંતા વધી ગઇ હતી અને જગતનો તાત અાભ ભણી મીટ માંડીને બેઠો હતો.

અા વચ્ચે પવનની ગતિ મંદ પડવાની સાથે તાપમાનનો પારો પણ ઉંચકાતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધતાં હવામાન વિભાગે કચ્છવાસીઅો માટે રાહતરૂપી અાગાહી કરી છે, જે મુજબ તા.6-7, મંગળવારથી તા.9-7, શુક્રવાર સુધી કચ્છના અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જયાં સુધી વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી પવનની ગતિ વધીને 30થી 40 કિ.મી. પ્રતિ કલાક રહેશે અને વરસાદ બંધ થવાની સાથે પવનની ગતિ સામાન્ય થઇ જશે.

રવિવારે કંડલા પોર્ટ રાજ્યનું સાૈથી વધુ ઉષ્ણ મથક બની રહ્યું હતું અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી, લઘુત્તમ 28.6 ડિગ્રી, કંડલા અેરપોર્ટમાં મહત્તમ 36.8 ડિગ્રી, લઘુત્તમ 27.9 ડિગ્રી, ભુજમાં મહત્તમ 35.8 ડિગ્રી, લઘુત્તમ 27.3 ડિગ્રી અને નલિયામાં મહત્તમ 34.8 ડિગ્રી અને લઘુત્તમ 28.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...