તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવા વરસાદની શક્યતા:કચ્છના અમુક સ્થળે મંગળવારથી શુક્રવાર સુધી હળવા વરસાદની વકી

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા પોર્ટ 40.9 ડિગ્રી સાથે રાજ્યમાં સાૈથી વધુ તપ્યું

કચ્છના અમુક સ્થળે મંગળવારથી શુક્રવાર સુધી હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. કંડલા પોર્ટે રાજ્યમાં સાૈથી ગરમ મથક રહેવાની રેસ લગાવી હોય તેમ શનિવારે અવ્વલ સ્થાને રહ્યું હતું. કચ્છમાં ભારે બફારા વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિ અને સોમવારના કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ તા.8-6, મંગળવારથી તા.11-6, શુક્રવાર સુધી કચ્છના અુમક સ્થળે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

કંડલા, ગાંધીધામ, અાદિપુર અને અંજાર પંથકમાં તાપમાનનો પારો ઉંચો રહેતાં ગરમી યથાવત રહી છે. કંડલા પોર્ટ બે દિવસ સુધી રાજ્યનું ત્રીંજુ ગરમ મથક રહ્યું હતું ત્યારબાદ બીજા ક્રમે અને શનિવારે અવ્વલસ્થાને રહ્યું હતું. તા.5-6ના કંડલા પોર્ટમાં મહત્તમ 40.9 ડિગ્રી, લઘુત્તમ 29 ડિગ્રી, કંડલા અેરપોર્ટ મહત્તમ 39.2 ડિગ્રી, લઘુત્તમ 28.4 ડિગ્રી, ભુજ મહત્તમ 38.2 ડિગ્રી, લઘુત્તમ 27.2 ડિગ્રી અને નલિયામાં મહત્તમ 35.3 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સવારથી સાંજ સુધી ભેજ નલિયામાં 84થી 68 ટકા, કંડલા 73થી 36 ટકા અને ભુજમાં 75થી 41 ટકા વચ્ચે રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...