તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસાનું આગમન:કચ્છભરમાં બફારા વચ્ચે ભુજ, મુન્દ્રામાં હળવા ઝાપટાં

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસે ભેજયુક્ત ગરમી અનુભવાતાં લોકો અકળાયા

ચોમાસું નજીક આવી રહ્યું છે તેમ કચ્છમાં ભેજનું પ્રમાણ વધી જતાં બફારા સાથે ગરમી અનુભવાઇ રહી છે એ વચ્ચે ભુજ અને મુન્દ્રામાં હળવા ઝાપટા વરસતાં માર્ગો ભીંજાયા હતા. જિલ્લા મથક ભુજમાં પરોઢિયે 5.30 વાગ્યાના અરસામાં ઝાપટું પડતાં થોડા સમય માટે ઠંડક પ્રસરી હતી. મુન્દ્રામાં પણ આ અરસામાં તેમજ સવારે 11 કલાકે ઝાપટું વરસ્યું હતું જેને પગલે માર્ગો ભીંજાયા હતા. મોટાભાગના લોકો પરોઢિયે નિદ્રાધિન હોતાં ઝાપટાની ખબર પડી ન હતી. બીજી બાજુ કચ્છભરમાં સૂર્યની વાદળો સાથે સંતાકુકડી વચ્ચે ભેજ વધતાં અનુભવાયેલા બફારાથી લોકો અકળાયા હતા.

ભુજમાં મહત્તમ તાપમાન 36.4, ન્યૂનતમ 27.6 ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ સવારે 76 અને સાંજે 5.30 કલાકે 51 ટકા રહ્યું હતું. દિવસભર સરેરાશ પ્રતિ કલાક 6 કિલો મીટરની ગતિએ પવન ફુંકાયો હતો. નલિયા, કંડલા તેમજ કંડલા એરપોર્ટ મથકે પણ ભેજ વધી જતાં બફારો અનુભવાયો હતો.

હવામાન વિભાગની યાદી મુજબ કચ્છમાં કેટલાક સ્થળે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન કડાકા ભડાકા અને તોફાની પવન સાથે હળવાથી મધ્યમ ઝાપટા વરસવાની શક્યતા છે. જેઠ માસ શરૂ થઇ ગયો છે અને અષાઢ આવે તે પહેલાં જ મેઘરાજા કચ્છમાં હેત વરસાવે તેવી આશા ધરતી પુત્રો સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...