• Gujarati News
 • Local
 • Gujarat
 • Kutch
 • Life Can Be Enjoyed And Earned Till The Last Breath Of Life If Time Is Used Wisely And Diligently, Hard Work Is Required.

ભુજના સફળ યુટ્યુબર:જીતેશ દવેએ કહ્યું કે, ‘સમયનો સદુપયોગ, ધગશ હોય તો અંતિમ શ્વાસ સુધી જિંદગી માણી-કમાણી કરી શકાય, જરૂર છે મહેનતની’, મહિને 5 લાખ આવક

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
જીતેશ દવે - ફાઇલ તસવીર - Divya Bhaskar
જીતેશ દવે - ફાઇલ તસવીર
 • નિવૃત્તિ બાદ સંગીતમાં રુચિએ જીતેશ દવેને બનાવ્યા સફળ યુ-ટ્યુબર, મહિને પાંચ લાખ સુધી આવક થઇ શકે

વેપારી હોય કે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતો કર્મચારી, નિવૃત્તિ બાદ પ્રવૃત્તિથી દુર થઇ જાય છે. એવા ભાર સાથે કે, આખી જિંદગી ઢસરડો કર્યો હવે તો આરામથી જીવીએ. પરંતુ વાસ્તવમાં તો નિવૃત્તિ બાદ જ પોતાના માટે સમય કાઢી અને પોતાના શોખ પૂરો કરવા સમય મળે છે. આવી જ સૂરીલી પ્રવૃત્તિનું સચોટ ઉદાહરણ છે, ભુજના અને દેશ વિદેશમાં છેલા ચાર દાયકાથી તેમના કંઠ અને સ્ટેજ પરફોર્મન્સથી વિખ્યાત જીતેશ દવે.

યુ-ટ્યુબનાં માધ્યમથી લોકો સુધી પહોંચ્યા
છ વર્ષની ઉંમરે સ્ટેજને પોતીકું બનાવી અભિનયની શરૂઆત, સોળ વર્ષની ઉંમરે પ્રથમ ગીત ગાયું, 43 વર્ષ સુધી આકાશવાણીના ‘એ’ ગ્રેડના માન્ય કલાકાર 58 વર્ષની વયે પાણી પુરવઠા વિભાગના હિસાબી શાખામાંથી રિટાયાર્ડ થયા બાદ જીતેશ દવેએ સંગીતના શોખ અને રુચિને યુ-ટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચવા નક્કી કર્યું. દોઢ વર્ષ અગાઉ ‘દિલ સે દિલ તક જેડી’ ચેનલ બનાવી ત્યારે ખાસ જાણકારી નહોતી.

‘કન્ટેન્ટ સચોટ અને સમૃદ્ધ હોવું જોઈએ’
આ ડિજિટલ પ્લેટફોર્મનો ઊંડો અભ્યાસ કરી તેમાં કયા પ્રકારની સામગ્રી વધુ જોવાશે તે વિશે જણાવે છે કે, આ પ્લેટફોર્મ પર દુનિયાભરની માહિતી વિડિયો સ્વરૂપે ઉપલબ્ધ છે.ઉદાહરણ તરીકે બાવળમાં ગુલાબ ઉગાડવા સર્ચ કરીએ તો પણ હજારો વિડિયો મળી રહે. પરંતુ વધુમાં વધુ લાઈક અને વ્યૂઅરશીપ એને જ મળે કે જેનું કન્ટેન્ટ સચોટ અને સમૃદ્ધ હોય. માટે સૌથી પહેલા જે વિષયની ચેનલ શરૂ કરવાની હોય એના વિશે સંપૂર્ણ માહિતી અને યોગ્ય સ્વરૂપે રજૂઆત જરૂરી છે.

જેને વિષયમાં રસ નહીં હોય તે વીડિયો જોશે નહીં
વધુમાં તેમણે જણાવ્યું કે, યુ-ટ્યુબ કંપની દ્વારા ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ થતું હોય છે. સંગીતના રસિકો હશે તે જ મારી ચેનલ જોશે, માટે દરેકને લીંક મૂકવાનો મતલબ રેટિંગ ઘટવી. આપણી સૌથી મોટી ભૂલ એ છે કે, આપણી યુ ટ્યુબ ચેનલ સગા વહાલા અને મિત્ર વર્તુળમાં મૂકી અને લાઈક, શેર, સબ્સ્ક્રાઇબ કરવા આગ્રહ કરીએ છીએ. વાસ્તવમાં જેને તે વિષયમાં રસ નહિ હોય તે સંપૂર્ણ વિડિયો નહિ જોય. માટે આ ભૂલ સુધારવી પડે.

મહંમદ રફીના વિષયની વીડિયોની ટોપ ટેનમાં છે ‘દિલ સે દિલ તક જેડી’
ભારતમાં ઓછામાં ઓછી ચારસો યુ ટ્યુબ ચેનલ હશે કે જેમાં માત્ર ગાયક મહંમદ રફીના કંઠે ગવાયેલા ગીતો અને તેના વિશે માહિતી હશે. કંપની દ્વારા જે કાયદેસરતાની કસોટી થાય છે તેમાં ‘દિલ સે દિલ તક જેડી’ પ્રથમ દસમાં આવે છે. આજે ૨૭ લાખથી વધુ વ્યૂઅરશીપ અને 26 હજાર સબ્સ્ક્રાઇબર છે. અપલોડ કરાયેલા વિડિયો કેટલા જોવાયા અને પસંદ થયા તેના પરથી રેટિંગ અપાય છે. જે મહિને પંદરથી વીસ હજાર આસાનીથી મળી રહે છે.

યુ-ટ્યુબમાં વધુ કમાણી થાય તે માટેની થોડી ટીપ્સ

 • કોઈપણ વિષય પસંદ કરી શકાય, પણ સંપૂર્ણ માહિતી કે એન્ટરટેઇનમેન્ટ હોવું જોઈએ
 • ટેગિંગ અને થમ્બનેલ પોસ્ટર, ટાઇટલ પરફેક્ટ મૂકવું
 • વાઇરલ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પસંદ કરવું.
 • એક હજાર સબ્સ્ક્રાઇબર અને ચાર હજાર કલાકનો વોચ અવર ટાઇમ લેવા સાઈઠથી વધુ વિડિયો બનાવવા પડે
 • મિસ લીડિંગ કન્ટેન્ટ ક્યારેય ન નાખવું.
 • માત્ર પૈસા કમાવાના ઉદ્દેશ કરતા શોખનો વિષય અને ધીરજ જરૂરી છે.

જો કોઈ કમાણી માટે વિચારે તો આવા અનેક પરિબળો સમજાવવા માટે જીતેશભાઇ ઉત્સુક છે તેમજ સંસ્થા જો આગળ આવે તો માર્ગદર્શન માટે સેમિનાર સુદ્ધાં રાખી શકાય અને તે પણ સેવા માત્રના ઉદ્દેશથી. લિંક : https://youtube.com/c/DILSEDILTAKJD

અન્ય સમાચારો પણ છે...