કોરોના લોકડાઉન 4.0:2 મહિના બાદ માંડ ખૂલેલા પુસ્તકાલયને નડયું લોકડાઉન : વાચક -વાચન સામગ્રી બન્ને ઘટ્યા

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક દૈનિકો આવે છે, બહારના અખબાર સામયિકો બંધ

હૃદયસમા રમ્ય વિસ્તાર એવા હમીરસર પાસે રાજાશાહીનાં વખતની વિજયરાજજી લાયબ્રેરીમાં લોકડાઉન પહેલા તો એટલી ભીડ લાગતી કે એક સમાચારપત્ર પાસે ત્રણ-ચાર વાંચનપ્રિય ઉભા હોય અને કોઇ મુખપૃષ્ઠ તો કોઇ અંદરનું કે પાછળનું પાનું વાંચવામાં મશગૂલ રહે છે તેમજ અંદર બેસીને વાંચવાની વ્યવસ્થા તથા મહિલાઓ માટે પણ વ્યવસ્થા રાખેલ છે. 

પુસ્તકાલયના દ્વાર ખુલતા અનેક વાચંનપ્રેમીમાં આનંદ છવાઇ ગયો
ભુજ જેવા શહેરમાં ઓછા વાંચનાલય હોવાાનાં કારણે અને અહિં હરવા ફરવાની આજુ બાજુ જગ્યા હોવાના કારણે વાંચનાલયમાં અવર જવર વિશેષ રહે છે. એનુ઼ં કારણ એેક બીજું પણ હોઇ શકે અહિં પંદર જેટલા દૈનિક પત્રો, સાપ્તાહિક તથા માસિક મેગેઝીનો સહિત લગભગ 45થી 50 વાંચન સામ્રગી ઉપલ્બધ હોય છે અને અન્ય વાંચન માટેના પુસ્તકોની અદલ બદલ માટેની અવરજવર અલગ રહે છે, પણ 16 માર્ચનાં કલેકટરના જાહેરનામાં બાદ સાંજના સાત વાગ્યે બંધ થયેલા પુસ્તકાલયને કારણે અનેક વાંચન પ્રમીઓ એમાં ઘણા તો લગભગ દૈનિક વાંચનથી ટેવાયેલા હોય એવા ખાસ લોકોને બંધ લાયબ્રેરીનું લોકડાઉન નડયું હતું પણ હવે 64 દિવસ બાદ તા.22/5નાં પુસ્તકાલયના દ્વાર ખુલતા અનેક વાચંનપ્રેમીમાં આનંદ છવાઇ ગયો હતો. જોકે હાલમાં પૂર્ણ લોકડાઉન ન ખુલવાના કારણે માત્ર ચાર જ દૈનિક પત્રો જ આવતા હોવાના કારણે લોકોની હાજરી મયાદિત રહે છે, છતાં પણ દૈનિક પત્રો કે સામયિક કે પખવાડીક વાંચન સામ્રગી આવી કે નહીં એ જાણવા લટાર જરૂર મારે છે એમ વૈભવ ડુડીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...