તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કચ્છ અને સયાજી ટ્રેનમાં એપ્રિલથી LHB કોચ જોડાશે

ભુજ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારીને પગલે જાહેર કરાયેલા લોકડાઉનને કારણે કોચનો વિલંબ થયો હતો

કચ્છ એકસપ્રેસ અને સયાજીનગરી એકસપ્રેસમાં અેલએચબી કોચ જોડવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, કોરોના મહામારીના લોકડાઉનને કારણે વિલંબ થયો હતો જો કે હવે એપ્રિલ માસથી બંને ટ્રેનમાં કોચ જોડી દેવાશે. કચ્છ પ્રવાસી સંઘ દ્વારા કચ્છ એકસપ્રેસ તથા સયાજી નગરી એકસપ્રેસ માટે નવાં કોચ માટે સતત માંગણી કરી હતી, બન્ને ટ્રેનો માટે LHB કોચ મંજૂર થઈ ગયાં હતાં.

પરંતુ કોરોના મહામારીના લોકડાઉન નાં પગલે કોચ નો વિલંબ થયો હતો. રેલ્વે અધિકારીઓ પાસેથી જાણવા મળેલ કે એપ્રિલ માસમાં કચ્છ એકસપ્રેસ તથા સયાજી નગરી એકસપ્રેસમાં નવાં LHB કોચનાં નવાં ડબ્બા લાગી જશે. હાલમાં AC સુપરફાસ્ટ એકસપ્રેસ ૦૯૦૦૩/૦૪માં LHB કોચ ની રેક છે. એમાં પણ દરરોજ શરૂ કરવાં માંગણી કરવામાં આવેલ છે.

ફાગણ સુદ તેરસ શુક્રવાર તા. 26-03 નાં છે. સંસ્થા દ્વારા ગુરુવાર તા. 15-03 નાં મુંબઇ થી પાલીતાણા માટે સ્પેશ્યલ ટ્રેન ની માંગણી કરી છે. જે તા. 26-03 નાં વહેલી સવારે પહોચી તે જ દિવસે બપોરનાં પાલીતાણા થી રવાના થઈ બીજા દિવસે સવારનાં મુંબઇ આવી જાય તેવી રજૂઆત કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહ દ્વારા કરાઇ હોવાનું યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો