તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કચ્છ એક્સપ્રેસ-સયાજીનગરી ટ્રેનમાં LHB કોચ ઉમેરાતા 1 સ્લીપર કોચ રદ્દ

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 24 કોચની ક્ષમતા પણ એસ-11 કોચ નહીં જોડાય

રાજય સરકાર તરફથી લોકડાઉનમાં છુટછાટ અપાઇ છે તો કોરોનાના કેસ પણ મોટાભાગે સીંગલ ડીઝીટમાં છે, જેના કારણે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા વધતી ગઇ છે. દરમિયાન કચ્છ એકસપ્રેસ તથા સયાજી નગરી એકસપ્રેસમાં માર્ચ/એપ્રિલનાં LHB કોચ લાગવાથી હવે સ્લીપર કલાસમાં S-11 કોચ રદ કરવામાં આવશે, અેલઅેચબી કોચને કારણે લંબાઇ વધી જવાથી અા કોચ નહી જોડાય તેવી વાત જાણવા મળી છે.

કચ્છ એકસપ્રેસ તથા સયાજી નગરી એકસપ્રેસમાં માર્ચ/એપ્રિલનાં LHB કોચ લાગવાથી હવે સ્લીપર કલાસમાં S-11 કોચ રદ કરવામાં આવશે, અેલઅેચબી કોચને કારણે લંબાઇ વધી જવાથી અા કોચ નહી જોડાય તેવી વાત જાણવા મળી છે. હાલમાં કચ્છમાં કોરોના કેસોમાં ઘટાડો થતા તેમજ વિવિધ પ્રસંગોનાં કારણે રેલવેમાં ટ્રાફિક સારાં પ્રમાણમાં છે, ઘણાં પ્રવાસીઓની ટિકિટ S-11માં અલોટ થયેલ છે, જો કે આવાં પ્રવાસીઓને જે દિવસે પ્રવાસ હોય તે દિવસે ચાર્ટ બન્યાં બાદ મેસેજ દ્વારા કન્ફર્મ બર્થની જાણ કરવામાં આવશે.

રેલ્વે નિયમાનુસાર ચાર મહિનાં અગાઉ ટિકિટ બુક કરવામાં આવે છે. અગાઉ ICF કોચ હોવાથી ઉપરોક્ત બન્ને ટ્રેનો ની 24 કોચ ની ક્ષમતા હતી, પરંતુ LHB કોચ બર્થની ક્ષમતા વધારે હોવાથી કોચની લંબાઇ વધુ હોય છે. તેથી બન્ને ટ્રેનો 2 કોચ ની ક્ષમતા સાથે દોડશે. LHB કોચમાં સ્લીપરના 80 બર્થ, 3 અેસીમાં 72 બર્થ, 2 અેસીમાં 64 બર્થ અને 1અેસીમાં 18 બર્થ છે તેવું કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...