શિક્ષકોમાં નારાજગીનો સૂર:શિક્ષકત્વને ઠેસ પહોંચાડતું નિવેદન પરત ખેંચવા સી આર પાટીલને પત્ર

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના સ્નેહમિલનમાં પ્રદેશ પ્રમુખે શિક્ષકો સ્વાર્થી થઈ ગયાનું કહ્યું હતું
  • કચ્છ સહિત સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકોમાં નારાજગીનો સૂર ઉઠ્યો

તાજેતરમાં નવસારી ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું અાયોજન કરાયું હતું, જેમાં ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, શિક્ષકો સ્વાર્થી થઈ ગયા છે, જેથી શિક્ષકો માટે અણછાજતું નિવેદન ગણાવી રાજ્યસંઘે પત્ર લખી નિવેદન પરત ખેંચવા માંગણી કરી છે. અેવું કચ્છ અેકમે અખબારી યાદીમાં જણાવ્યું છે.

અખબારી યાદીમાં વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપા પ્રમુખે શિક્ષકો દ્વારા પગાર, ભથ્થા વગેરેની માંગણી કરવામાં આવે છે. શિક્ષકો હવે કર્મચારીઓ બની ગયા છે. શિક્ષકો ગુરૂ બને તે બાબતે તેમને પ્રોગ્રામ કરી આ અંગે તાલીમ આપવામાં આવશે. પાટીલના આવા બેફામ નિવેદનો બાબતે પ્રાથમિક શિક્ષકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. રાજ્યભરના શિક્ષકોમાં રોષ સાથે નારાજગીની લાગણી વ્યાપી છે.

પ્રાથમિક શિક્ષકોના સૌથી મોટા સંગઠન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતીશ પટેલે પ્રમુખ પાટીલને પત્ર લખીને શિક્ષકત્વને ઠેસ પહોંચે એવા નિવેદનને પરત ખેંચવા માંગ કરી છે. શિક્ષકો પાસેથી ઘણી બધી બિનશૈક્ષણિક કામગીરી લેવામાં આવે છે. જો વધારાની કામગીરી લેવામાં ન આવે તો શિક્ષકો ખરેખર ગુરૂ તરીકે ઉભરી આવે તેમ છે.

મફત અને ફરજીયાત શિક્ષણના કાયદા અન્વયે આવી વધારાની કામગીરી શિક્ષકો પાસેથી લઈ શકાતી નથી છતાં લેવામાં આવે છે. અેવું જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણા આહિરે જણાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે આ બાબતે સંબંધિતો દ્વારા ખેદ વ્યક્ત નહી કરવામાં આવે તો આગામી સમયમાં શિક્ષકો દ્વારા જલદ કાર્યક્રમો અપાશે તેવી ચીમકી ઉચ્ચારવમાં આવી છે. પાટીલના નિવેદનથી કચ્છ સહિત સમગ્ર રાજ્યના શિક્ષકોમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...