પ્રકૃતિની જાળવણી:ગાયના ગોબરમાંથી બનેલા દિપક અપનાવી આત્મનિર્ભર ભારતને મજબુત બનાવીએ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાય સંરક્ષણને લગતી અનેક સંસ્થાઓ કચ્છમાં સહયોગ આપી રહી છે

દિપાવલી એટલે દિવાઓથી જગમગતો પર્વ ત્યારે દિવાઓ વિના કેમ ચાલે ! ત્યારે આત્મનિર્ભર ભારતની પહેલને સમર્થન આપતી એક નવી પહેલ અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ગાયના ગોબરના માંથી દિવડા બનાવીને પ્રકૃતિની જાળવણી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ગૌવંશના સંવર્ધન માટે પણ આ વિચાર ખુબ જ યથાર્થ છે. ધન તેરસના અવસરથી લઈને દીપાવલી અને દેવ દીપાવલી સુધી આ દીવાઓ દેશના મુખ્ય મંદિરો, સંસ્થાઓ અને લોકોના ઘરે પ્રગટાવવામાં આવશે. આ માટે ગાય સંરક્ષણને લગતી અનેક સંસ્થાઓ સહયોગ આપી રહી છે.

આ દિવડાના ઉપયોગથી પર્યાવરણને શુદ્ધ કરવામાં મદદ મળે છે. તેમજ ગાયોની ભૂમિકાને મજબૂત બનાવવામાં અને તેમને આર્થિક રીતે ઉપયોગી બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. આ અંગે વધુ માહિતી આપતા ગોબરમાંથી દિવડા ઉપરાંત અન્ય ઉત્પાદ બનાવતા કચ્છના કર્તવ્ય ગૃપના હંસરાજ કીરી જણાવે છે કે, દિપાવલીના પ્રકાશના પર્વની ઉજવણી આપણે સૌ ગૌમાતાના ગોબરમાંથી બનાવેલા દિવડા પ્રગટાવી વાતાવરણને રોગ મુક્ત બનાવીને નવી ઉર્જાનો સંચાર કરીએ. આ ઉપરાંત વિદેશી દિવડાનો બહિષ્કાર કરી ગાયના છણમાંથી બનાવેલા સ્વદેશી દીવડાઓ ખરીદવા પણ અપીલ કરી હતી.

ગાયના છાણમાંથી માત્ર દિવા જ નહીં પરંતુ બાળકોના રમકડાં બને છે !
ઉલ્લેખનિય છે કે, ગાયના છાણમાંથી માત્ર દિવા જ નહીં પરંતુ બાળકોના રમકડાં, મોબાઈલ કેસ, સ્ટેન્ડ, મંદિરો, ગણેશ-લક્ષ્મીની મૂર્તિઓ, ઘડાઓ જેવા અનેક ઉત્પાદનો પણ આવી સંસ્થાઓના પરિસરમાં બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના કચ્છ પ્રદેશમાં આવી 30 જેટલી સંસ્થાઓ કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં પણ 120 થી વધુ સંસ્થાઓ ગાયના છાણના ઉત્પાદનોના વેચાણનો વ્યવસાય સફળતાપૂર્વક ચલાવી રહી છે. જેથી પ્રકૃતિના સંવર્ધનની સાથે ગાયોની જાળવણી પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...