• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Leo Now, A School Developed Under SOE Will Be Developed In Kutch !, World Bank, Asian Infrastructure Bank To Provide Grant

પસંદગી:લ્યો હવે, કચ્છમાં SOE હેઠળ વિકસિત શાળા વિકસાવાશે !, વર્લ્ડ બેંક, એશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર બેંક આપશે ગ્રાન્ટ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા પસંદગીથી સવાલો

સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ સ્કૂલ અોફ અેક્સલન્સ કાર્યક્રમ હેઠળ પસંદ કરેલી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાને શ્રેષ્ઠ સ્તરની બનાવાશે, જેમાં વિકસિત શાળાઅોનો જ વિકાસ કરવા પસંદગી કરાઈ છે, જેથી પસંદગીના ધારાધોરણ સામે સવાલો થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ અેસ.અો.ઈ. કાર્યક્રમ હેઠળ સરકાર વર્લ્ડ બેંક અને અેશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર બેંક પાસેથી ગ્રાન્ટ મેળવશે, જેમાં દરેક જિલ્લાની જેમ કચ્છ જિલ્લામાં પણ દરેક તાલુકામાંથી બે-બે અેવી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા પસંદ કરવામાં અાવશે.

જેને તમામ સુવિધાથી સજ્જ કરી શકાય, જેથી વિદ્યાર્થી અભ્યાસ, રહેવા અને અન્ય પ્રવૃતિઅો અેક જ જગ્યાઅે કરી શકે. જે માટે શિક્ષકો અને સાધનો સહિતની શ્રેષ્ઠ સુવિધા પણ અપાશે. અામ, હેતુ શ્રેષ્ઠ છે. પરિણામ પણ શ્રેષ્ઠ મળી શકે. પરંતુ, જે શાળાઅો પહેલાથી વિકસિત છે અને પરિણામો પણ સારા લઈ અાવે છે અેની પસંદગી કરવાથી શું ફાયદો અે અેક પ્રશ્ન છે. જે શાળાઅો વિકસિત નથી અેનો વિકાસ કરવાની અાવશ્યકતા છે. પરંતુ, અેવી શાળાઅોની ઉપેક્ષા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...