નિષ્ફળતાને ઢાંકવા ખુલાસો:લ્યો, આખું શહેર ખોદી નાખ્યા બાદ કહ્યું ગટર સમસ્યા માનવ સર્જિત!

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સતત 4 વર્ષ સુધી ઠેરઠેર ખોદકામ બાદ નિષ્ફળતાને ઢાંકવા ખુલાસો

ભુજ નગરપાલિકાની ગટર વ્યવસ્થા શાખાઅે છેલ્લા ચાર પાંચ વર્ષમાં અાખું શહેર ખોદી નાખ્યા બાદ ભુજ નગરપાલિકાઅે ગટર સમસ્યાનું ખોદ્યો ડુંગર કાઢ્યું ઉંદર જેવો તાલ કર્યો છે. અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગટરની લાઈનોમાં સિમેન્ટની ગુણીઅો સહિતના કચરા નીકળી રહ્યા છે, જેથી નિરાકણ લાવવા અભિયાન શરૂ કરાયું છે.

અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ભુજ શહેરના લોકોની સમસ્યાઓને ધ્યાનમાં લઈને નગરપાલિકા દ્વારા ગટરના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગટર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે કામગીરી દરમિયાન આશાપુરા પાર્ક વાળી લાઈન, બી.અેસ.અેફ. પંપ પાસેની ગટર લાઈનમાંથી સિમેન્ટની ગુણીઓ, સેનેટરી નેપકીન, ડાયપર તેમજ કપડાંના ટુકડાઓ અને પ્લાસ્ટિકની મોટી થેલીઓ પુષ્કળ પ્રમાણમાં નીકળી હતી. હાલની પરિસ્થિતિ જોતા ગટર ની સમસ્યાઓ માનવ સર્જીત હોય તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...