તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:કચ્છમાં ગત વર્ષની સરખામણીએ ધીરાણ વધ્યું પરંતુ થાપણોથી ઓછું

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2020માં 37968 કરોડ સામે 2021માં 43446 કરોડની થાપણ
  • કોરોના વચ્ચે અેક વર્ષમાં િડપોઝિટની રકમ 5478 કરોડ વધી

કોરોના મહામારી વચ્ચે કચ્છની બેંકોમાંથી ગત વર્ષ કરતાં વધુ 802 કરોડની લોન લોકોઅે લીધી લીધી છે. જો કે, જે રીતે થાપણોમાં વધારો થયો છે તેની સામે ધીરાણનો વધારો સામાન્ય છે. જિલ્લામાં 2020ની સરખામણીઅે 2021માં જિલ્લાવાસીઅોઅે વધુ 5478 કરોડની રકમ થાપણ પેટે બેંકોમાં મુકી છે.

માર્ચ-2020થી કોરોના મહામારીના કારણે કચ્છ સહિત સમગ્ર વિશ્વમાં ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા. 2020માં અમલી લોકડાઉન અને 2021માં લદાયેલા નિયંત્રણોથી ખાસ કરીને નાના ધંધાર્થીઅોનો વધુ માર પડ્યો છે. જો કે, અાવા ધંધાર્થીઅોને બેઠા કરવા માટે સરકાર સ્પોન્સર ધીરાણ યોજના પણ ગત વર્ષથી અમલી બની છે. જો કે, સરકાર સ્પોન્સર હોય તેવી ધીરાણ યોજનાને બાદ કરતાં કચ્છની બેંકોમાંથી વર્ષ 2020ની સરખામણીઅે 2021માં વધુ 802 કરોડનું ધીરાણ લોકોઅે લીધું છે, જે અેક વર્ષમાં વધેલી થાપણની રકમ રૂ.5478 કરોડથી અોછી છે.

લીડ બેંકના મેનેજર સંજયકુમાર સિન્હાના જણાવ્યા મુજબ સમગ્ર કચ્છની વાત કરીઅે તો માર્ચ 2020 પ્રમાણે રૂ.37968 કરોડની થાપણ હતી, જે માર્ચ-2021 સુધી રૂ.5478 કરોડના વધારા સાથે રૂ.43446 કરોડ થઇ ગઇ છે. માર્ચ-2020 મુજબ લોકોઅે બેંકોમાંથી રૂ.16795 કરોડનું ધીરાણ લીધું હતું, જેની સામે માર્ચ-2021 સુધીમાં બેંકોઅે રૂ.802 કરોડના વધારા સાથે રૂ.17597 કરોડનું ધીરાણ અાપ્યું છે.અત્રે અે નોંધનીય છે કે, કોરોના મહામારીઅે કહેર વર્તાવતા મહામૂલી માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાઇ ગઇ છે ત્યારે કોવિડ-19ના કારણે ડરેલા લોકોઅે રૂપિયા બચાવી બેંકોમાં થાપણમાં મુકી હોય કે, ધંધા-રોજગાર ઠપ્પ થતાં રૂપિયાની જરૂર ન પડતાં બેંકોમાં મુકી હોય. અા પાછળનું જે કારણ હોય તે પરંતુ અેક વર્ષમાં થાપણની રકમમાં રૂ.5478 કરોડનો વધારો થયો છે.

અેક વર્ષમાં અેન.પી.અે. 353 કરોડ વધી
સત્તાવાર મળતી વિગતો મુજબ ગત વર્ષે 7.36 ટકા અેન.પી.અે. (નોન પર્ફોમિંગ અેસેટ) હતી, જે માર્ચ-2021 મુજબ વધીને 9.03 ટકા થઇ છે. અેટલે કે, અેક વર્ષમાં 1.67 ટકાનો વધારો થયો છે. અાંકડાકીય વિગતો પર દ્રષ્ટિપાત કરીઅે તો માર્ચ-2020 પ્રમાણે રૂ.1236 કરોડની રકમ અેન.પી.અે. હતી, જેમાં રૂ.353 કરોડના વધારા સાથે માર્ચ-2021 મુજબ અેન.પી.અે. રૂ.1589 કરોડ પર પહોંચ્યું છે.

કોઇ પ્રોજેક્ટ હેઠળ સરકારે ગ્રાન્ટ ફાળવી હોય તો થાપણની રકમ વધી શકે
બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ વર્તમાન સમયે કોરોના મહામારીના કારણે ધંધા-રોજગાર નરમ-ગરમ છે તેવામાં અેક વર્ષમાં કચ્છની બેંકોમાં રૂ.5478 કરોડની જે ડિપોઝિટ વધી છે તે બની શકે સરકાર દ્વારા કોઇ પ્રોજેક્ટ હેઠળ ગ્રાન્ટની ફાળવણી કરવામાં અાવી હોય તો જ થાપણની રકમ અાટલી વધી શકે.

લોકોને વ્યવસાયમાં રકમની જરૂર ન પડતાં બેંકોમાં મુકી
બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભુજ કોમર્શીયલ કો.અોપ. બેંકના મેનેજર ધીરેન મજેઠિયાઅે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે ધંધા-રોજગાર બંધ પડતાં લોકોને વ્યવસાયમાં રૂપિયાની જરૂર ન પડતાં પોતાની પાસે રહેલી રકમ બેંકોમાં થાપણ પેટે મુકી હોય તેવું બની શકે અને તેના કારણે ડિપોઝિટની રકમમાં વધારો થયો હોય.

અન્ય સમાચારો પણ છે...