તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શહેરના મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયમાં ‘ગાલિબનામા’ અંતર્ગત વ્યાખ્યાન યોજાયું

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાલિબનું સર્જન શાશ્વત છે, ક્યારેય જૂનું નહીં થાય !

ગાલિબનું સર્જન આજેય શાશ્વત છે, તેમનું સાહિત્ય જુનું નથી જણાતું, તે ભૂતકાળ કે ભવિષ્યકાળના બંધનથી મુકત છે, ગાલિબ પ્રત્યેક ક્ષણ ના વિમ્યકવિ છે. સમયની સાથે તે કયારેય વિસરાય તેમ નથી’ તેમ રવિવારે ભુજ ખાતે મહારાવ વિજયરાજજી સાર્વજનીક પુસ્તકાલય તથા રોટરી કલબ ભુજ વોલસિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કવિ અને ગઝલકાર ડો. રઈશ મનીઆરે પોતાનું ‘ગાલિબનામા’ એ વિષય પરનું વકતવ્ય આપતાં જણાવ્યું હતું.

ડો. મનીઆરે કાલદાસની જેમ જ ગાલિબને પણ આપણો અમર વારસો લેખાવ્યા હતા. તથા ગાલિબ હજુ ભાવકો સુધી પહોંચ્યા નથી ત્યારે તેને આજની નવી પેઢીને સાચુકલો ગાલિબ સુધી પહોચાડવાનો પોતાનો પ્રયાસ હોવાનું જણાવ્યું હતું. અધરું લખવા બદલ એ સમયના લોકોની ટીકાઓનો ભોગ બનનારા ગાલિબને લોકો વ્યર્થ બકવાસ કરનારા કવિ તરીકે જાણતા. પરંતુ હકીકતમાં ગાલિબએ એમના સમયના લોકોની સમજ અને રુચિ કરતાં અનેક રીતે આગળ હતા. વેદ અને ઉપનિષદમાં કહેવાયેલી વાતોના પ્રકારની જ વાતો તેમના શેર અને શાયરીમાં ડોકાતી હતી.

ગાલિબને ગુજરાત આવવાની ઈચ્છાઓ અધુરી રહી ગઇ હતી, ત્યારે એમની ગેરહાજરીમાં તેમની સુવાસને ગુજરાતના પ્રત્યેક ભાવક સુધી પહોંચાડવાનો પોતાનો નમ્ર પ્રયાસ હોવાનું જણાવતાં ડો. રઈશે પોતાના ‘ગાલિબનામા’ પુસ્તકના સર્જનની વાત કરી હતી. તેમના વકતવ્યને અંતે રસપ્રદ પ્રકનોત્તરી પણ યોજાઈ હતી. પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે આવકાર પ્રવચન આપતાં પુસ્તકાલયની પ્રવૃત્તિઓની વિગતો આપી હતી.

પુસ્તકાલયના મંત્રી નરેશ અંતાણીએ સર્જક ડો. રઈશ મનીઆરનો પરિચય આપ્યો હતો. પુસ્તકાલયના ઉપપ્રમુખ પીયૂષભાઈ પટ્ટણી, ભુજ પાલિકાના ઉપપ્રમુખ સભ્ય રેશ્માબહેન ઝવેરી, રોટરી કલબ ભુજ વોલસિટીના પ્રમુખ દત્તુ ત્રિવેદી, જયેશ શાહ, કીર્તિભાઈ ખત્રી વગેરે હાજર રહ્યાં હતાં. પુસ્તકાલયના કારોબારી સભ્યો કરમશી પટેલ, જાગૃતિબહેન વકીલ, અશોક માંડલિયા, નિરુપમ છાયા ઉપરાંત રમિલા બહેન મહેતા, લાલજી મેવાડા, અરુણા ઠકકર, ઝવેરી લાલ સોનેજી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. સંચાલન સંજય ઠાકરે તથા આભાર રાજન મહેતાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો