ભુજ નગરપાલિકાને ઈ-નગર અોન લાઈન સોફ્ટવેરથી સાંકળી શકાયું નથી, જેથી નિયમિત વેરા ભરતા કરદાતાઅોને ધક્કા ખાતા બચાવવા સુધરાઈઅે અાજથી અોફ લાઈન વેરા વસુલાત શરૂ કરવા નક્કી કર્યું છે. ટેક્સ સમિતિના ચેરમેન ધીરેન લાલને વધુમાં જણાવ્યું હતું કે, અોન લાઈન વેરા ભરવાની સગવડ અાપતું ઈ-નગર પોર્ટલથી 15 ટકા બાદ મળવાના હતા. પરંતુ, કરદાતાઅોની સુવિધા માટે હાલ ભુજ નગરપાલિકાનું પોતાનું પોર્ટલ અાજે સોમવારથી શરૂ કરી દેવાયું છે,
જેથી જેમણે હિસાબી વર્ષ 2021/22 સુધીના તમામ બાકી લેણા ભરી નાખ્યા હશે અને નવા હિસાબી વર્ષ 2022/23નું લેણું મે મહિના સુધી ભરી નાખશે અેને 10 ટકા તો બાદ મળશે જ. ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, ગાંધીનગરથી કેન્દ્રિત શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ દ્વારા સંચાલિત રાજ્ય સ્તરના ઈ-નગર પોર્ટલથી ભુજ નગરપાલિકાને સાંકળતા હજુ અઠવાડિયું લાગી જશે. અે બાદ જ અોન લાઈન કરવેરા ભરપાઈ થશે. પરંતુ, મુખ્ય અધિકારી જીગર પટેલની સુચનાથી અોફ લાઈન વેરા વસુલાત શરૂ કરી દેવાઈ છે, જેથી 10 ટકા બાદનો લાભ લેવા કરદાતાઅો મે મહિના સુધી વેરા ભરપાઈ કરી દે અેવો અનુરોધ નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.