તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:કચ્છની 192 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને નેતૃત્વ તાલીમ અપાઈ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિષ્યવૃત્તિ, ખરીદી, વહીવટી દફતર, સાયકલ દરખાસ્ત વિશે માર્ગદર્શન અપાયું

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભુજ અને ડાયેટ દ્વારા કચ્છની 192 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો સાથે નેતૃત્વ બેઠક માધાપર નવચેતન અંધજન મંડળ ખાતે યોજવામાં આવી હતી જેમાં શાળાના વહીવટી કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી. તાલીમ ભવનના પ્રાચાર્ય સંજયભાઇ ઠાકર અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિના માર્ગદર્શનમાં બંને તબક્કાની તાલીમમાં હિસાબી કચેરીના સહાયક નિરીક્ષક ગીતેશભાઇ ગાંધી અને જિલ્લા તિજોરી અધિકારી એમ.એન.બાદી દ્વારા આચાર્યોને મૂંઝવતા વહીવટી તમામ પ્રશ્નોની છણાવટ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તજજ્ઞ તરીકે ડાયટના લેકચરર એ.પી.સુથાર, ડૉ. બિંદુબેન. આર. પટેલ દ્વારા વિવિધ કાર્યક્રમોની સમજ અપાઈ હતી.જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સપેક્ટર વી.એમ.તેરૈયા, બી. એમ.વાઘેલા,એન.એમ.મન્સુરી, કે. એમ.મોતા તેમજ માધ્યમિક શાળાના આચાર્ય સ્નેહલભાઇ વૈદ્ય અને પી. જી. ઝાલા દ્વારા શિષ્યવૃતિ, સાયકલ દરખાસ્ત,માધ્યમિક શાળા કક્ષાએ જરૂરી ખરીદી સંદર્ભે Gem પોર્ટલનો ઉપયોગ, શાળા પ્રવેશોત્સવ, GR, કેસબુક અને વહીવટી દફ્તર,નવી શિક્ષણ નીતિ 2020, વગેરે સંદર્ભે માહિતી અપાઈ હતી. નવચેતન અંધજન મંડળના લાલજીભાઈ પ્રજાપતિ, ઝીણાભાઇ પટેલ,હિમાંશુભાઈ સોમપુરા સહયોગી રહ્યા હતા.ડાયેટના એ.પી.સુથાર,શ્રીકુમાર પટેલ અને વનરાજસિંહ જાડેજા,કૃપાલીબેન ગોસ્વામી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...