તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કચ્છના માંડવી તાલુકાના કોડાયમાં કોરોના પીડિતોની મદદ માટે અગ્રણીઓએ ટાસ્કફોર્સની રચના કરી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકલન કરવા ખાસ વોટ્સએપ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું

પશ્ચિમ કચ્છના માંડવી તાલુકાના કોડાય ગામે કોરોના બીમારીના કેસો ખૂબ વધી જવા પામ્યા છે. લોકોના જણાવ્યા પ્રમાણે અંદાજિત 150 જેટલા દર્દીઓ હાલ ગામમાં તેમજ બહાર સારવાર લઇ રહ્યા છે. જેમના ઈલાજમાં મદદરૂપ થવા માટે ગામ અગ્રણીઓ દ્વારા ખાસ ટાસ્ક ફોર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કોડાય ગામ ખાતેના આરોગ્ય કેન્દ્ર અને સામાજિક આગેવાન સુરેશભાઈ જોશોએ અન્ય અગ્રણીઓ સાથે મળીને કોવિડ ટાસ્ક ફોર્સની રચના કરી છે. સુરેશભાઈનના જણાવ્યા મુજબ હાલ કોડાયમાં કોરોના રીગના દર્દીઓ વિશેષ જોવા મળી રહ્યા છે. તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે અમે એક વોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યું છે.

જેના માધ્યમથી કયા દર્દીને ક્યાં લઈ જવાની જરૂર છે, તેની ચર્ચા બાદ યોગ્ય સ્થાને લઈ જવાય છે. એ માટે પૂરતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. ગ્રુપના કોઈ પણ સભ્યના ઘ્યાનમાં આ વિશેના રોગ ધરાવતા ગ્રામજનની જાણકારી મળે, તેની જાણ ગ્રુપમાં કરવામાં આવે છે. તેમાં અનેક દર્દી માનસિક રીતે ખૂબ ગભરાઈ ગયા હોય, તેમને ઘરે જઈ માનસિક હિંમત આપવામાં આવે છે. અને કોઈ દર્દી સારવાર માટે આનાકાની કરે તો તેમને યોગ્ય સમજ દ્વારા ઈલાજ માટે ગ્રુપ દ્વારા લઈ જવામાં આવે છે.

કોડાય ગામે શરૂ થયેલી આ નવતર સેવાને લોકો સહયોગ આપી, કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. એવું સિકંદર ખલિફાએ જણાવ્યું હતું. દરમ્યાન ગામના 18+ના લોકો માટે હજુ સીધી વેકસીનેસન પ્રક્રિયા શરૂ થઈ શકી નથી, વેકસીનેસન માટે જિલ્લા સ્તરે રજુઆત કરવા છતાં આજ દિન સુધી સુવિધા ઉપલબ્ધ બની શકી નથી. આ માટે ગ્રામજનોએ રસીકરણ પ્રક્રિયા શરૂ કરવાની માંગ દોહરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...