તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Leader Of Opposition Paresh Dhanani Visiting The General Hospital, He Said, "I Have Come Here Not To Do Politics But To Know The Patient."

સમીક્ષા:નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ કહ્યું-'હું અહીં રાજનીતિ કરવા નહીં પણ દર્દીના ખબર લેવા આવ્યો છું'

ભુજ3 મહિનો પહેલા
  • ધાનાણીએ કોવિડ વોર્ડમાં દર્દીઓની મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા
  • તબીબી સ્ટાફ પાસે પણ ઘટતી સુવિધા અંગે માહિતી માગી

કચ્છમાં કોરોના મહામારીના કેસની સંખ્યામાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.તેની સાથે વેક્સિનેસન અને કોરોના ટેસ્ટ કિટની કમીના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. આજ પ્રશ્નોને લઈ કચ્છની કોરોના સમીક્ષા માટે આવેલા વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીએ ઉઠાવ્યા હતા.

કચ્છના કોરોના દર્દીઓની સારવાર અંગે સમીક્ષા અંતર્ગત આવેલા પરેશ ધનાણી પ્રથમ ગાંધીધામ લીલાસા કુટિયા ખાતેની કોવિડ હોસ્પિટલની મુલાકત લઈ વિગતો મેળવી હતી. અને દાખલ દર્દીઓને મળ્યા હતા. ગાંધીધામ બાદ પરેશ ધના ણી સીધા ભૂજ પહોંચી આવ્યા હતા. અને જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ સાથે ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની મુલાકાત લીધી હતી.

જી.કે. હોસ્પિટલ ખાતે દાખલ કોરોના દર્દીઓના ખબર અંતર પૂછવા તેઓ કોવિડ યુનિટ અંદર પહોંચી જાત મુલાકાત લીધી હતી. અને સારવાર અંગે તમામ માહિતી મેળવી હતી.જેના બાદ જી.કે.ખાતે જવાબદાર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ વેળાએ કોવિડના સિવિલ સર્જન જિજ્ઞાબેન ઉપાધ્યાય હાજર ન હોવાથી જીકેના મેડિકલ સુપ્રી. ડો નરેન્દ્રભાઈ હીરાણીએ ધનાણીને પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા. બેઠકમાં પરેશ ધનાણી જીકેના અધિકારી અને સ્ટાફને કહ્યું હતું કે હું અહીં તમને ધમકાવવા કે, ભૂલ કાઢવા નથી આવ્યો પરંતુ પેસન્ટની સારવારમાં કઇ ખૂટતું હોય તો મને કહો, હું સરકારમાંથી મારા હોદાની રૂએ વ્યવસ્થા કરાવી આપીશ.

બેઠક બાદ સમાચાર માધ્યમો સમક્ષ હાજર થયેલા પરેશ ધાનાણીએ કોરોના સ્થિતિ સમગ્ર ગુજરાત સાથે કચ્છમાં પણ કાબુ બહાર ગઈ છે. જે સરકારની નિસફળતા દર્શાવી રહ્યાનું જણાવ્યું હતું. વિવિધ પ્રશ્ને તેમણે કહ્યું હતું કે હું અહીં રાજનીતિ કરવા નહીં પણ દર્દીઓની ખબર લેવા આવ્યો છું. આ વેળાએ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, મંત્રી, રવિન્દ્રભાઈ ત્રવાડી, રફીકભાઈ મારા, માધાપરના અરજનભાઈ ભુડિયા, નવલસિંહ જાડેજા, આદમભાઈ ચાકી વગેરે આગેવાનો સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...