તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણ પહેલા જ જુગારની મૌસમ ખીલી:લાખોંદ પાસેની હોટલમાં ધમધમતી જુગાર ક્લબ પર LCBનો દરોડો : 13 ખેલી 6.61 લાખની રોકડ સાથે જબ્બે

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રોકડ સાથે 23.50 લાખના 7 વાહનો, 81 હજારના 15 મોબાઇલ સહિત 30,92,500નો મુદામાલ પકડ્યો

શ્રાવણ મહિના પૂર્વે જ જુગારની મોશમ જામી છે. શોખીનોએ ઠેરઠેર જુગારના હાટડા શરૂ કરી દીધા છે. તે વચ્ચે પશ્ચિમ કચ્છ એલસીબીએ ગુરૂવારે મોડી રાત્રે ભુજ-ભચાઉ હાઇવે પર લાખોંદ નજીક આવેલી નિલકંઠ હોટલના રૂમમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો પાડીને 13 ખેલીઓને રોકડ રૂપિયા 6,61,500 તેમજ 23 લાખ 50 હજારની કિંમતના કાર-બાઇક મળી સાત વાહનો અને 81 હજારના 15 મોબાઇલ સહિત 30,92,500ના મુદમાલ સાથે રંગે હાથે ઝડપી લીધા હતા.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઈન્ચાર્જ પીઆઈ એસ.જે.રાણા અને પીએસઆઈ એચ.એમ.ગોહિલને બાતમી મળી હતી કે, ભુજ તાલુકાના મમુઆરા ગામ ખાતે રહેતો રમેશ વાલજી જાટીયા (આહિર) શેખપર-ભચાઉ હાઈવે પર આવેલી નિલકંઠ હોટલમાં રૂમો ભાડે રાખી રૂમમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી પૈસાની હારજીતનો જુગાર રમાડે છે. જેથી એલસીબીની ટીમે નિલકંઠ હોટલના રૂમ નંબર 104માં દરોડો પાડી જુગાર રમી રહેલા 13ખેલીઓને ઝડપી પાડ્યા હતા.

તેમની પાસેથી 6,61,500 રૂપિયા રોકડા તેમજ રૂપિયા 23 લાખ 50 હજારની કિંમતના કાર બાઇક મળી 7 વાહનો તથા 81 હજારના 15 મોબાઇલ મળીને 30,92,500નો મુદામાલ કબજે કર્યો હતો.ઉપરાંત ગ્રીન અને બ્લૂ કલરના 399 ટોકન, ગંજીપાના અને નોટબુક કબજે કરી તમામ વિરૂધ પધ્ધર પોલીસ મથકે જુઘારઘારા કલમ 4,5 મુજબ ગુનો નોંધાવ્યો હતો.

ખેલીઓમાં શિક્ષક, RTO એજન્ટ,વેપારી,ખેડુતનો સમાવેશ
મુખ્ય સંચાલક રમેશ વાલજી જાટીયા મમુઆરા, દિનેશ મીઠાભાઇ પરમાર, રહે અંજાર, રમેશ માવજીભાઇ જાટીયા રહે મમુઆરા, મજાભાઇ રામજીભાઇ ગોયલ કણજરા મુન્દ્રા, ગગભાઇ અજાભાઇ જાટીયા અંતરજાળ ગાંધીધામ, મનજી રતનાભાઇ બુચીયા રહે બળદિયા, ભાવિક દિનેશભાઇ અનમ રહે આઇયાનગર ભુજ ધંધો વાહન લે-વેચ, રમેશ ઉફે બબી દેવજીભાઇ મરંડ રહે માધાપર, નારાણ પાંચા આહિર રહે માધાપર, રાજેશ પરષોતમભાઇ ઠકકર રહે બારોઇ મુન્દ્રા, ધંધો જમીન લે-વેચ, જીજ્ઞેશ પરેશભાઇ ઠકકર આર.ટી.ઓ એજન્ટ, રહે માધાપર, વિશાલ સુરેશભાઇ ઠકકર આર.ટી.ઓ એજન્ટ, રહે પ્રમુખ સ્વામીનગર ભુજ, અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા જગદીશ રતીલાલ મકવાણા રહે મેઘપર બોરીચી તાલુકો અંજાર

ગાંધીધામ- અંજાર- મુન્દ્રાથી ખેલીઓ આવ્યા હતા
જુગારના શોખની સાથે રાતો રાત રૂપિયા કમાઇ લેવાની ગેલછામાં છેક ગાંધીધામ-અંજાર અને મુન્દ્રાના ખેલીઓ દાવ અજમાવા શેખપીર સુધી આવ્યા હતા. પરંતુ હોટલમાં પડ જામ્યુ અને એલસીબીએ દરોડો પાડીને જુગારીઓનું સપનું રગદોળી નાખ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જુગારીઓ જુગાર રમવા માટે સીમાડામાં જતા હોય છે પરંતુ હવે હોટલમાં પણ રમવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...