કાર્યવાહી:સરલીની સીમમાં જીંજુટીબો ખાતે ગેરકાયદે પાણાની ખાણ પર એલસીબીનો દરોડો

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પથ્થર કાપવાની 3 ચકરડીઓ, એક ટ્રક, નવ ટન પથ્થર સહિત 3,79,500નો મુદામાલ કબજે

ખાણ ખનિજ વિભાગની મહેરબાનીથી ગેરકાયદે રોયલ્ટી વિના ચાલતી માઇન્સો ધધમધમની હોવાની રાવ લાંબા સમયથી ઉઠી રહી હતી. તે વચ્ચે ભુજ તાલુકાના સરલી ગામની સીમમાં આવેલી જીંજુટીબો વિસ્તારમાં ચાલી રહેલી બે ગેરકાયદે પાણાની ખાણ પૈકી એક પર એલસીબીએ વહેલી સવારે દરોડો પાડીને ખન્ન પ્રક્રિયાને રંગે હાથે પકડી પાડી સ્થળ પરથી પથ્થર કાપવાની 3 ચકરડીઓ, એક ટ્રક, નવ ટન પથ્થર સહિત 3,79,500નો મુદામાલ કબજે કર્યો કરી માનકુવા પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવી છે.

પ્રાપ્ત પ્રમાણે સરલી ગામે રહેતા આદીલ અબ્દુલ રાયમા દ્વારા રોયલ્ટી કે પાસ પરમીટ વિના જીંજુ ટીમ્બો વિસ્તારના ડુંગરાડમાં ગેરકાયદેસર પથ્થરો ચકરડી વડે કાપીને તેનું ખનન કરતા હોવાની બાતમીના પગલે પશ્ચિ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એચ.એમ.ગોહિલના માર્ગ દર્શનમાં એલસીબીએ સ્થળ પર દરોડો પાડીને રૂપિયા 75 હજારની 3 ચકરડીઓ અને 9 ટન તૈયાર પથ્થરો તેમજ ત્રણ લાખની ટ્રક પકડી પાડી હતી.

જદુરા ગામે રહેતા ટ્રક ચાલક સીકંદર સીધીક થેબા (ઉ.વ.29)ની અટકાયત કરીને પુછતાછ કરતાં તેની પાસે રોયલ્ટી પાસ પરમીટ સહિતના આધાર પુરાવાઓ ન હોઇ રોયલ્ટી ઇન્સ્પેકટર ખાણખનીજ વિભાગને સ્થળ પર બોલાવીને માલ સીઝ કર્યો હતો. અને માનકુવા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી આ વિસ્તારમાં બે પાણાની ખાણમાં ગેરકાયદે ખનન થઇ રહ્યું છે. ખાણ ધારકો દ્વરા ઉપર સુધી વહીવટ થઇ જતો હોવાની ચર્ચા ઉડી છે. આ વિસ્તારમાં બે પાણાની ખાણો ગેરકાયદે ચાલતી હોવનું અને જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી રહી હતી તે વચ્ચે પોલીસે એક ખાણ પર દરોડો પડ્યો છે. બીજી ખાણ હજુ બાકી છે. કે જેના પર હજુ તંત્રના ધ્યાને નથી.

અન્ય સમાચારો પણ છે...