નોખાણીયા હત્યા કેસ:નોખાણીયા હત્યા કેસમાં LCBએ ગામના જ શકમંદ કિશોરને ઉઠાવ્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગીરે જ ખૂન કર્યું છે કે નહીં તે વિશે ચાલતી તપાસ, પોલીસની પુછતાછ
  • મૃતકનો​​​​​​​ મોબાઇલ અને કુહાડી પણ મળી આવ્યાનું પણ બહાર આવ્યુ ં

ભુજ તાલુકાના નોખાણીયા ગામની સીમમાં કિશોર વયના છોકરાની કરપીણ હત્યા કરવાના ચકચારી બનાવમાં અહીંની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાયદાના સંઘર્સમાં આવેલા એક કિશોરને ઉઠાવ્યો હોવાના અહેવાલ છે પરંતુ તેણે જ હત્યા કરી છે કે, કેમ તે હજુ સુધી સામે આવ્યું નથી પોલીસે આ અંગે પુછતાછ શરૂ કરી હોવાનું બહાર આવ્યું છે.

રવિવારે સવારે નવ વાગ્યાથી બે વાગ્યા દરમિયાન નોખાણીયા ગામના નીલેશ વાલજીભાઇ ગાગલ નામના 16 વર્ષના માલધારી કિશોરની કોઇ અજાણ્યા શખ્સે કરપીણ હત્યા કરી મોત નિપજાવ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસના ઉચ અધિકારીઓ સહિતનો કાફલો નોખાણીયા ગામના સીમાડા ફેંદી આરોપીનું પગેરૂ દબાવ્યું હતું.

દરમિયાન સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પોલીસને મૃતકનો મોબાઇલ ફોન અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કુહાડી સાથે એક વ્યક્તિને ઉઠાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પશ્ચિમ કચ્છ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.એેસ.ગોહિલનો સંપર્ક કરતાં તેમણે કાયદાના સંધર્સમાં આવેલા એક કિશોર વયના છોકરાને પુછપરછ માટે લાવ્યા હોવાનું સમર્થન આપ્યું હતું. અને એજ હત્યારો છે કેમ તે હજુ સાબીત થયુ ન હોવાનું જણાવી તપાસ બાદ કોણે હત્યા કરી છે. તે જાણી શકાશે તેવું કહ્યું હતું. તો, બીજી તરફ નોખાણીયા ગામમાં અગાઉ ચોરીનો બનાવ બન્યો હતો. તેમાં પણ આ કિશોરનું નામ બહાર આવ્યું હતું. સ્થાનિક સુત્રોમાંથી પોલીસને મૃતકનો મોબાઇલ અને કુહાડી મળી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જો કે, પોલીસની પુછપરછ બાદ જ જાણી શકાશે કે, હત્યા કોણ અને કયા કારણોસર કરી છે.

અન્ય સમાચારો પણ છે...