તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:મુન્દ્રા-માંડવીના 17 ગામો માટે કૃષિ અને પશુપાલન માટે પશુપાલક મિત્ર સેવા શરૂ

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક

માંડવી મુન્દ્રાના 17 જેટલા ગામોમાં ટાટા પાવર પુરસ્કૃત સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સંકલિત કૃષિ અને પશુપાલન વિકાસ કાર્યક્રમનું અમલીકરણ છેલ્લા ત્રણ વર્ષથી કચ્છ ફોડર ફ્રુટ અને ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા કરાઇ રહ્યું છે.

આ કાર્યક્રમ હેઠળ ઘાસચારા સુરક્ષા, રસાયણ મુક્ત ખેતી, શાકભાજીની ખેતી, પશુઓમાં રસીકરણ, પ્રાથમિક સારવાર, ડીવર્ઝિંગ, દેશી બિયારણના પ્રચાર પ્રસારની કામગીરી કરાઈ રહી છે. તાજેતરમાં પશુપાલન સબંધિત કામગીરીમાં વધુ સારી રીતે સેવા આપી શકાય તે માટે મોબાઈલ પશુ સારવાર સેવાને ‘પશુપાલક મિત્ર’ના નામે ટાટા પાવર સીજીપીએલ મુન્દ્રાના વડા એ.એન. રમેશ દ્વારા ખુલ્લી મુકાઇ હતી. જેના માધ્યમથી વિસ્તારના લોકોને પશુપાલન સંબંધિત દરેક સેવાઓ રાહત દરે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પશુપાલક મિત્ર મોબાઇલ યુનિટના નિભાવણી માટે સંસ્થાના ચેરમેન ખેતશીભાઇ માસ્તર દ્વારા રૂ.51,000ના અનુદાન આપવાની જાહેરાત કરાઇ હતી. આ પ્રસંગે સીએસઆરના વડા પ્રદીપ ઘોસાલ, આસિફખાન પઠાણ, પ્રવિણ ઉકાણી, KFFFDTના જયેશભાઈ લાલકા, રાજુભાઈ ચાવડા, દિનેશભાઈ રાજગોર, કશ્યપભાઈ, અંકિતભાઈ, શિવજીભાઇ, જયદીપભાઇ તથા રોહિતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો