તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લોકાર્પણ:કુનરીયામાં ઓનલાઇન અભ્યાસ માટે યુટયુબ ચેનલનું લોકાર્પણ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કુનરીયામાં વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે બાળકોને ઓનલાઇન શિક્ષણ મળે એ માટે કુનરીયા પ્રાઇમરી સ્કૂલ નામની યુટ્યુબ ચેનલનો લોકાર્પણ કરાયું હતું. જેમાં શિક્ષકોએ 35 વિડીયો સાથે વિદ્યાર્થી હિતમાં ચેનલ ખુલ્લી મુકાઈ છે. 9 શિક્ષકો અને 2 સ્વયંસેવકોના પ્રયાસથી ચેનલ બનાવાઈ છે. શિક્ષકો ગોપાલભાઈ કુંભાણી, દિપ્તીબેન ચૌધરી, ફાલ્ગુનીબેન પટેલ, કેયુરભાઈ કોટડીયા, મીતાબેન પરમાર, મનીષાબેન પટેલ, પ્રતિમાબેન ખોખર, ઇરફાન મુલતાની અને જયેશભાઈ પટેલનો સન્માન ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય દ્વારા કરાયું હતું. ધારાસભ્યે બાલ કેન્દ્રીત પ્રવૃત્તિને બિરદાવી અન્ય શાળાઓ પણ પ્રેરણા લે એ માટે અપીલ કરી હતી અને વિધાનસભામાં આ બાબતે ધ્યાન દોરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે સરપંચ સુરેશ છાંગા તથા આચાર્ય જયેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વ્યવસ્થા ભારતી ગરવા, કૈલાશ આહીર, નિતેશ ડાંગરે સાંભળી હતી તથા સંચાલન ધવલ આહિર તથા આભારવિધિ ભુરાભાઈ કેરાસીયાએ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો