નુકસાનની ભીતિ:પાછોતરા વરસાદથી અન્ય પાકને જીવતદાન : કપાસને નુકસાનની ભીતિ

મોખાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોખાણા પંથકમાં કપાસના છોડ પીળા થઇ ઉતરવા લાગ્યા

દુષ્કાળના દાકલા વચ્ચે કચ્છમાં પાછોતરા વરસાદના પગલે પાકને જીવતદાન મળ્યું છે જો કે, ભુજ તાલુકાના મોખાણા પંથકમાં વધુ પડતા વરસાદના કારણે કપાસના પાકને નુકસાનીની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.અાગોતરો વરસાદ પણ જિલ્લાના અુમક વિસ્તારોમાં પડ્યો હતો, જેના પગલે ખેડૂતોઅે વાવણી કરી નાખી હતી પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી જો કે, પાછોતરા વરસાદના પગલે કપિત વિસ્તારોમાં તલ, અેરંડા, મગફળી સહિતના પાકોને જીવતદાન મળ્યું છે.

પાછોતરો વરસાદ પણ કયાંક ઝાપટાં તો કયાંક ધોધમાર વરસ્યો છે અા વચ્ચે ખેડૂતોની ખુશી જાણે કુદરતને પણ મંજૂર ન હોય તેવું લાગી રહ્યું છે. ભુજ તાલુકાના મોખાણા આસપાસનાગામોમાં વરસાદ થતાં અન્ય પાકને ફાયદો થયો છે તો કપાસના પાકમાં નુકસાનીની વેઠવી પડે તેવી દહેશત ખેડૂતોમાં જોવા મળી રહી છે. કપાસમાં પ્રથમ ફાલ આવી ગયા બાદ વરસાદને કારણે તે ખરી ગયો છે, તો વળી તૈયાર થયેલો કપાસનો પાક વરસાદમાં પલળી જતાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વધુ પડતા પાણીના કારણે કપાસના છોડ પીળા થઈ ઉતરવા લાગ્યા છે, જેના કારણે ખેડૂતોમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...