તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તિલક વિધિ બાદ વિવાદ:મોભી તરીકેની નિમણૂકમાં સ્વ. મદનસિંહના 5 માંથી 4 પરિવારોની સંમતિ નથી લેવાઈ : પ્રીતિદેવી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમથી જ રાજ પરિવારથી વિમુખ રહેલા હનવંતસિંહની તિલક પ્રક્રિયાને મહારાણીએ દ્રોહ ગણાવ્યો

હનવંતસિંહની તિલક પ્રક્રિયાને મહારાણીએ ગેરલાયક ગણાવીને સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા પોતાની હયાતી દરમ્યાન કુટુંબના વડીલ તથા અધિકારની રૂએ કરેલ ફરમાન મુજબ ઇન્દ્રજીતસિંહ જાડેજા (નલીયા), ઠાકોર કૃતાર્થસિંહ (દેવપર), તથા ઠાકોર મયુરધ્વજસિંહ (તેરા)ની નિમણૂંક કરેલ છે. સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા કરવામાં આવેલ ફરમાનની અમલવારી કરવાની રાજપરિવારની પરંપરા રહી છે જે જળવાવવી પણ જોઈએ તેવું જણાવતાં મહારાણીએ વર્ષોની પરંપરા યાદ અપાવી કહ્યું હતું કે, રાજ પરિવારના મોભી તરીકેની નિમણૂંક તમામ પરિવારજનોની હાજરી તથા ચોક્કસ પ્રકારની વિધિ ચોક્કસ સ્થળે કરાય છે. સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજાના અવસાન બાદ મોભી તરીકે મહારાણી પ્રીતિદેવી છે, તેમજ વધુમાં સ્વ.મદનસિંહજીના પરિવારમાં તેમના જયેષ્ટ પુત્ર સ્વ.પ્રાગમલજી ત્રીજાનો પરિવાર, મોટા બહેન સ્વ.રાણી નરેન્દ્ર કુંવરબા (મોટા બાઇસા)ના પરિવારજનો, તેમના અન્ય પુત્ર, મા.કુ.સ્વ. ભુપતસિંહજી મદનસિંહજીના પરિવારજનો, પુત્રી કુંવરાણી બ્રિજરાજ કુંવરબા તથા પુત્ર તેમજ શ્રી હનુવંતસિંહજીનો સમાવેશ થાય છે.

હાલની નિમણૂંકથી સ્વ.મદનસિંહજીના પાંચમાંથી ચાર પરિવારજનો અજાણ છે તથા તેમની કોઇની સંમતિ લેવામાં આવેલી નથી. હનવંસિંહજી પ્રથમથી જ પરિવારથી વિમુખ રહેલા છે ત્યારે તેમણે મોભીપણાના હક્કદાર ન થવું જોઇએ તમામ પરિવારજનોએ આ સમાચાર પ્રસિધ્ધ થતાં ફોન ઉપર વાત કરી દુઃખ પ્રગટ કરેલ છે તથા તમામની એકતા કાયમ રહે તે માટે એક થવું જોઈએ.

સમગ્ર કચ્છ તથા પરિવારજનો સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજાના અવસાનથી આવી પડેલ દુઃખમાંથી બહાર આવેલ નથી ત્યારે આ પ્રકારની ગતીવિધિ યોગ્ય નથી તથા પરિવારજનો તેને વખોડી કાઢે છે અને આ પ્રક્રિયાને સ્વીકૃતિ આપતા નથી. અખબારી માધ્યમથી કચ્છ રાજય બાબતે પોતાને કચ્છ રાજ્યના સાથે વર્ષોથી સંકળાયેલા હોવાનું જણાવી જે ભાષાનો ઉપયોગ કરી ટીપ્પણી કરેલ છે તે નિંદનીય છે. રાજ પરિવાર સાથે જોડાયેલ વ્યક્તિ હોવાનું જણાવી આ પ્રકારનું કથન કરે તે રાજ પરિવાર સાથે દ્રોહ સમાન ગણાવી અને મહારાણીએ કહ્યું હતું કે, હું તથા સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજાના ભાઇ સ્વ.મ.કુ. ભૂપતસિંહજી બહેનોના પરિવારજનો સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજાના દ્વારા ફરમાન તથા કચ્છના પ્રજાજનોની સુખાકારી માટે કરેલ સંકલ્પ વધારવા તથા તેને સાર્થક કરવા કટીબધ્ધ છીએ.

અન્ય સમાચારો પણ છે...