સમસ્યા:સ્વ. ‘અમૃત ઘાયલ’ની ગઝલોની મંજુરીનો દુરઉપયોગ બદલ ફરિયાદ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજમાં રહેતા કવિ પુત્રએ તેમના પિતા રચિત ગઝલોની મંજુરીનો દુરૂપયોગ કરવાનો ગાયક મનહર ઉદાસ વિરૂધ આરોપ મુકી છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નિલેશભાઇ એ ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાતી ગઝલ ક્ષેત્રે ખ્યાતનામ તેમના પિતા સ્વ.‘અમૃત ઘાયલ’એ તમની હયાતીમાં ગાયક મનહર ઉદાસને તેમની ગઝલો ગાવાની અનુમતિ આપી હતી. પરંતુ મનહર ઉદાસે ઓડીયો કેસેટની અનુમતિનો દુરઉપયોગ કરીને સીડી સ્વરૂપે તેમજ યુ-ટ્યુબ અને બીજા ડીજીટલ પ્લેટફોર્મ પર મુકીને આર્થિક ફાયદો મેળવી વિશ્વાસધાત છેતરપીંડી કરી હોવાના આરોપસર ભુજ એ ડિવિઝન પોલીસ મથકે અરજી સ્વરૂપે લેખિત ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...