અંતિમ સામાન્ય સભા:અબડાસા તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન : નલિયા સરપંચનું રાજીનામું મંજૂર

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા તા.પં. પ્રમુખ અજબાઈ ગોરડીયાના અધ્યક્ષતા સ્થાને કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં સભ્યોની હાજરી વચ્ચે પાંચ વર્ષ દરમિયાન થયેલી કામગીરીને બિરદાવાઈ હતી. આ સભામાં આવક ખર્ચ રજૂ કરાયા હતા તેમજ માસ 08/20થી 10/20 સુધીના આવક ખર્ચને તથા બાંધકામ શાખા, વહીવટી શાખાને લગતા પ્રશ્નોની ચર્ચા કરી બહાલી અપાઇ હતી.

નલિયાના સરપંચ રેખાબા રવુભા જાડેજાના રાજીનામાને સર્વાનુમતે મંજૂર કરાયું હતું. પ્રારંભમાં તા.વિ. અધિકારી જયપ્રકાશ ગોરે સૌને આવકારતા વિતેલા વર્ષોમાં થયેલી કામગીરીની વિગતો આપી હતી. ઠરાવોની અમલવારી અને ગત મિટિંગની કાર્યવાહીની નોંધને બહાલી અપાઇ હતી. આ બેઠકમાં જિ.પં.ના સદસ્યો કિશોરસિંહ જાડેજા, તકીશાબાવા સૈયદ, ભાવનાબા જાડેજા, તા.પં. ઉપપ્રમુખ હકુમતસિંહ જાડેજા, કારોબારી ચેરમેન મહેશોજી સોઢા, વિપક્ષીનેતા અબ્દુલભાઈ ગજણ, જયદીપસિંહ જાડેજા, અરુણાબેન ગઢવી, ગીતાબેન ભાનુશાલી વગેરે ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...