વધુ એક નાપાક હરકત:પાકિસ્તાને માછીમારી કે ઘુસણખોરી કરવા ક્રીકમાં મોટાપાયે ચેરિયાનું વાવેતર કર્યું, ભારતીય એજન્સીની ચાંપતી નજર

નારાયણ સરોવર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હેતુ પર્યાવરણ બચાવવાનો કે ઘુસણખોરો માટે મદદ?
  • ચેરિયાની આડમાં માછીમારી કે ઘુસણખોરી ન થાય તેના પર ભારતીય અેજન્સીઅોની ચાંપતી નજર

પાકિસ્તાન જેવા દેશે આમ તો વર્ષોથી આતંકવાદીઓની નિકાસ જ કરી છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ખરડાયેલી છબી સુધારવા આજકાલ પાકિસ્તાનમાં કેટલાક પર્યાવરણને લગતા કામો થઇ રહ્યાં છે. ખાસ કરીને કચ્છની સામેપાર ક્રીકોમાં ભારતની જેમ પાકિસ્તાન પણ મોટાપાયે ચેરિયાનું વાવેતર કરી રહ્યું છે. જેના પર ભારતની પણ ચાંપતી નજર છે. કારણ કે આ ચેરિયાની આડમાં ઘુસણખોરી પણ આસાન થઇ શકે છે.

આ અંગે મળતી વિગતો મુજબ કચ્છની સામે પાર પાક.ના સિંઘમાં બોર્ડર વિસ્તારમાં વર્ષોથી માળખાકિય સુવિધા વધારવામાં આવતી ન હતી. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી કચ્છને અડીને આવેલા સિંઘના વિસ્તારોમાં મોટાપાયે સુવિધા વધારવામાં આવી રહી છે. ખાસ કરીને ચીનની કંપનીઓના રોકાણના કારણે માર્ગો સહિતના કામો થઇ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે ક્રીક બોર્ડરમાં પણ પાકિસ્તાને ગતિવિધિ વધારી છે. સિંઘના ફોરેસ્ટ વિભાગે પોતાના વિસ્તારમાં મોટાપાયે ચેરિયાનું વાવેતર કર્યું છે.

લાંબા સમયથી આ વાવેતરની કામગીરી ચાલુ છે. તેના કારણે પાકિસ્તાનમાં ચેરિયાનું પ્રમાણ વધ્યુ છે. ખાસ કરીને કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી ચેરિયાના લીધે ભારતની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઇ છે. કારણ કે આ ચેરિયાના વૃક્ષોના લીધે ઘુસણખોરોને છુપાવવામા મદદ મળે છે. અવાર-નવાર માછીમારોની બોટ પકડાય છે પણ માછીમારો અથવા ઘુસણખોરો આવા ચેરિયાના વૃક્ષોને કારણે તેઓ છુપાઇને પાછા જઇ શકતા હોવાની પણ શક્યતા છે. જોકે ભારતીય એજન્સીઓ ખૂબ જ સતર્ક હોય છે. નાનામા નાની હલચલ પણ બીએસએફના જવાનો જોઇ લેતા હોય છે. છેલ્લા થોડા વર્ષોથી ભારતે બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા એટલી મજબુત કરી દીધી છે કે ઘુસણખોરી લગલભ હવે અશક્ય થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...