જમીન ખરીદીની પ્રક્રિયા:ભુજમાં શિફા હોસ્પિટલ માટે જમીન ખરીદીની પ્રક્રિયા થઇ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોદ્દેદારોએ બાંધકામ મંજૂરી અને નિર્માણ માટે ચર્ચા કરી

ભુજમાં મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટની મીટિંગ પ્રમુખ આદમભાઈ ચાકીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. નવા રેલ્વે સ્ટેશન સામે ટ્રસ્ટે ખરીદેલી જમીનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેની રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધણી પણ થઈ ગઈ છે. હવે હોસ્પિટલ ઇમારત નિર્માણ માટે નકશાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલના પ્રોજેક્ટ મુજબ વિશાળ ઈમારત, હોસ્પિટલ માટે સાધનસામગ્રી, ઇક્વિપમેન્ટ ખરીદી માટે દાનનો અભિયાન શરૂ કરાશે.

કચ્છ મુસ્લિમ સમાજનો દરેક વ્યક્તિને તેમાં સહભાગી બનાવવામાં આવશે તથા કોઈપણ ધર્મના ભેદભાવ વગર દાન સ્વીકારાશે. જેના માટે મુસ્તફા કિતાબ ઘર કાર્યાલય (98253 76396) ખાતે સંપર્ક કરી શકાશે. વર્તમાન સમયે સુમરા ડેલી ખાતે હોસ્પિટલની સેવાઓ ચાલુ છે. ગત સપ્તાહથી હોસ્પિટલમાં પ્રસૂતિ ગૃહ શરૂ કરાયો છે તેમજ સ્ત્રી રોગને લગતી સારવારો ઉપલબ્ધ છે. મીટિંગમાં ઉપપ્રમુખો હાજી સલીમ જત અને હાજી યુસુફ ખત્રી, મંત્રીઓ ઈસ્માઈલ એ. સોનેજી અને યુસુફ એ. જત, ખજાનચી હાજી અ.કરીમ મેમણ, ટ્રસ્ટીઓ હાકડા હાજી યાકુબ, સાજીદ માણેક, હાજી સલીમ મેમણ ઉપસ્થિત રહ્યા હતા. હનીફભાઈ ચાકી અને હાજી બશીર મેમણે સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...