કબ્જો લેવાયો:કુકમામાં શરતભંગ બદલ આશાપુરા ફાઉન્ડેશનની જમીન સરકાર હસ્તક

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરે વોકેશનલ અેન્ડ અેજ્યુકેશન ટ્રેઇનિંગ સેન્ટર માટે જમીન ફાળવી હતી

ભુજ તાલુકાના કુકમાં ટાવર્સ સ.નં.331/1 પૈકીની કિંમતી જમીનમાં શરત ભંગ થતાં તા.4-10, સોમવારના તંત્ર દ્વારા જમીનનો કબ્જો લઇ સરકાર દાખલ કરાઇ છે.

વર્ષ 1997માં કલેક્ટરે અાશાપુરા ફાઉન્ડેશનને વોકેશનલ અેન્ડ અેજ્યુકેશન ટ્રેઇનિંગ સેન્ટર માટે ભરપે માટે હે.6-47-50 અારે વાળી જમીન મંજૂર કરી હતી અને બે વર્ષમાં અા જમીનનો હેતુલક્ષી ઉપયોગ કરવાનો હતો. જો કે, લાંબા સમય સુધી તેનો હેતુલક્ષી ઉપયોગ ન થતાં શરતભંગની કાર્યવાહી માટે 2017માં તંત્ર સમક્ષ અરજી કરાઇ હતી પરંતુ કોઇ કાર્યવાહી ન કરાતાં તા.25-5-21ના પ્રધાનમંત્રી કાર્યાલયને અરજી કરાતાં કલેક્ટરે ગ્રામ્ય મામલતદારને શરતભંગની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તા.30-9ના શરત ભંગનો હુકમ કરાયો હતો અને ફાઉન્ડેશનને જાણ કરી હોવા છતાં હાજર ન રહેતાં તા.4-10ના અેક પક્ષીય કબ્જો લેવાયો છે.તંત્ર દ્વારા જમીન સરકાર દાખલ કરી કબ્જો લઇ લેવાયો હોવા છતાં ફાઉન્ડેશને કબ્જો ચાલુ રાખ્યો હોવાનો અાક્ષેપ કુકમાના હમીર અાતુભાઇ મારવાડાઅે કર્યો હતો.

અા અંગે ગ્રામ્ય માલતદાર વિવેક અેચ. બારહટનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, સોમવારના જમીન સરકાર દાખલ કરી, કબ્જો લઇ લેવાયો છે અને હવે જો ફાઉન્ડેશન દ્વારા કોઇ બાંધકામ કે અન્ય કોઇ ગતિવિધિ કરાશે તો તોડી પડાશે. જેતે વખતે કલેક્ટરે વોકેશનલ અેન્ડ અેજ્યુકેશન ટ્રેઇનિંગ સેન્ટર માટે જમીન ફાળવી હતી. તેમ છતાં તે મુજબ તેનો ઉપયોગ ન થતા શરતભંગની કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...