વિવાદ:જમીન મુદે બે પરિવારો વચ્ચે ધોકાવાળી : આઠ જણ ઘાયલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે બન્ને પક્ષે મહિલા સહિત 13 સામે નોંધ્યો ગુનો

શહેરમાં મારામારી અને ધાકધમકીના બનાવો રોજિંદા બની ગયા છે. તેવામાં વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. ભુજની જુની રાવલવાડી ખાતે જમીન મુદે જુની અદાવતમાં બે પરિવારના સભ્યો વચ્ચે લાકડી ધોકાથી અરસ પરસ હુમલો કરાયાની ઘટના બની હતી. જેમાં 8 લોકોને ઇજા પહોંચતાં એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી મહિલા સહિત 13 જણાઓ વિરૂધ ગુનો નોંધ્યો હતો. બનાવ સોમવારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં જુની રાવલવાડી તલાવડી વિસ્તારમાં રહેણાકના મકાન પાસે બન્યો હતો.

વિજય લાલજી ભદ્રુએ હીરજી કચરા ભદ્રુ, સુનીલ હીરજી ભદ્રુ, સાગર હીરજી ભદ્રુ, હીરૂબેન હીરજી ભદ્રુ, રવજી કચરા ભદ્રુ, જખીબેન રવજી ભદ્રુ, પ્રેમજી બાવા જેપાર, રાજેશ પ્રેમજી જેપાર, રમેશ પ્રેમજી જેપાર વિરુધ લાકડીથી ફરીયાદી અને વીરમ વાલજી ભદ્રુને માર માર્યાનું પોલીસને જણાવ્યું છે. તો સામે પક્ષે આરોપી તરીકે વિજય વાલજી ભદ્રુ વિનોદ વાલજી ભદ્રુ, વાલજી શીવજી ભદ્રુ અને એક મહિલા સહિત ચાર જણાઓ વિરૂધ ફરિયાદ નોંધાવાઇ છે. એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...